સરકારનો આભાર વ્યક્ત કરતા ફિલ્મ નિર્માતા ભુપત બોદર

સરકારનો આભાર વ્યક્ત કરતા ફિલ્મ નિર્માતા ભુપત બોદર
ગુજરાત સરકાર દ્વારા ૧૮૯ ગુજરાતી ચલચિત્રોને રૂ.૪૭ કરોડની સબસિડી ચુકવવાઈ : રાધવજીભાઈ પટેલે વિધાનસભામાં આપી માહીતી
રાજકોટ : ઈન્ડિયન મોસન પિક્ચર પ્રોડ્યુસર એસોસિએશન મુંબઇના હોદ્દેદારોએ અને ભુપતભાઈ બોદરે થોડો સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી મુળુભાઇ બેરા સાથે મુલાકાત કરીને ગુજરાતી ફિલ્મોને આપવામાં આવતી સબસિડી બાબતે રજુઆત કરી હતી,જે સમયે મુખ્યમંત્રી અને મંત્રીએ ઈન્ડિયન મોસન પિક્ચર પ્રોડ્યુસર એસોસિએશનની રજુઆતનો વહેલી તકે નિવેડો લાવવાની ખાત્રી આપી હતી.જેના પરીણામ સ્વરૂપે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે ફિલ્મ નિર્માતાઓને સહાય ચુકવી છે અને ગુજરાતી ભાષાને અને સંસ્કૃતિને જીવંત રાખતા ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.સમગ્ર મામલે ગુજરાત વિધાનસભામાં ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નોની મંત્રી રાઘવજીભાઈ પટેલ જે માહિતી આપી છે કે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે.રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૮૯ ગુજરાતી ચલચિત્રોને રૂ.૪૭ કરોડની આર્થિક સહાય ચૂકવાઇ છે. ચાલુ વર્ષે ૪૩ ફિલ્મોને ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે.આ ઉપરાંત માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ તજજ્ઞ કમિટીની રચના કરવામાં આવી છે.આ કમિટીના સભ્યો સબસિડી માટે આવેલ અરજીઓનો અભ્યાસ કરીને વહેલી તકે સહાય ચુકવવા માટેની પ્રક્રિયા કરશે જેથી ફિલ્મ નિર્માતાઓને જરૂરી મદદ મળી રહેશે.ગુજરાતી ફિલ્મ જગતના જે વિવિધ મુદ્દાઓ હતા તેના પર ગુજરાત સરકારે વહેલી તકે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો છે.જેનાથી ફિલ્મ નિર્માતાઓમાં આનંદની લાગણી છવાઇ છે.જે પ્રકારે ગુજરાતી ચલચિત્રો માટે સહાય ચુકવાઇ છે અને બાકી સહાય ચુકવવામાં આવશે તેનાથી ગુજરાતી ફિલ્મ જગતને નવો પ્રાણવાયુ મળશે અને નવી ફિલ્મ બનાવવા માટે જુસ્સો વધશે.સરકાર દ્વારા ચુકવવામાં આવતી સહાય ( સબસિડી)હાલ ગુજરાતી ફિલ્મ જગત માટે આર્થિક રીતે ખુબ ફાયદાકારક સાબિત થઇ છે.સરકારના આ હકારાત્મક અભિગમ બદલ ગુજરાત સરકાર,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,કેબિનેટ મંત્રી રાધવજી પટેલ,રાજ્ય મંત્રી મુળુભાઇ બેરાનો ઈન્ડિયન મોસન પિક્ચર પ્રોડ્યુસર એસોસિએશન (મુંબઇ) વતી ભુપતભાઇ બોદરે આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : ગિરીશ ભરડવા રાજકોટ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300