રાજકોટ શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલા હસ્તકલા હાટ મેળાનો શુભારંભ કરાવતા મેયર ડો.પ્રદિપ ડવ

રાજકોટ શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલા હસ્તકલા હાટ મેળાનો શુભારંભ કરાવતા મેયર ડો.પ્રદિપ ડવ
ઉત્તર પૂર્વના રાજ્યોની કલા સંસ્કૃતિ માણવાનો આ ઉમદા પ્રયાસ એટલે હસ્તકલા હાટ મેલા : ડો. પ્રદિપ ડવ,મેયર,રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટ,
રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે ‘‘એક ભારત શ્રેષ્ઠ ભારત’’ થીમ આધારિત આ હસ્તકલા હાટ નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.ઇ.એચ.એચ.ડી.સી) તથા ટ્રાફેડના સંકલનથી યોજવામાં આવ્યો છે જેનો શુભારંભ રીબીન કાપીને તથા દિપ પ્રાગટ્ય વડે રાજકોટ મહાનગરપાલિકા મેયર ડો.પ્રદિપ ડવના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ તકે મેયર ડો.પ્રદિપ ડવ એ જણાવ્યું હતું કે, ‘‘એક ભારત શ્રેષ્ઠ ભારત’’ થીમ હેઠળ ભારતનાં ઉત્તર પૂર્વનાં રાજ્યો અને ગુજરાતની કલા સંસ્કૃતિનાં સમન્વયથી “વોકલ ફોર લોકલ’” ને પુરતું ઉત્તેજન મળે તે માટે “હસ્તકલા હાટ”નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.હાથશાળ હસ્તકલાના કલા-કારીગરોને યોગ્ય માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરૂં પાડવામાં આ મેળો મહત્વનો ભાગ ભજવશે.તેમજ ઉત્તર-પુર્વના આઠ રાજ્યોની કલા સંસ્કૃતિને માણવા રાજકોટની પ્રજાને અનુરોધ કર્યો હતો.
આ હસ્તકલા હાટમાં આસામ,અરુણાચલ પ્રદેશ, મણીપુર,મેઘાલય,મિઝોરમ, નાગાલેન્ડ,સિક્કિમ,ત્રિપુરા મળીને કુલ ૮ રાજયોના કારીગરો શીતલ પટ્ટી,કેન એન્ડ બામ્બુ,મોતીકામ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર બાસ્કેટ ટ્રે, જ્યુટ-વુડન વર્ક, જ્વેલરી, ડોલ એન્ડ ટોઝ તેમજ ટેક્ષટાઇલ હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટની વિવિધ કલા-કારીગરીના નમુનાઓ રજુ કર્યા છે.૫૦ થી વધુ સ્ટોલમાં ગુજરાત રાજ્યના માટી કામ, કચ્છી બાંધણી, અજરખ બ્લોક પ્રીન્ટ, કચ્છી એમ્બ્રોઇડરી, લેધર વર્ક, બીડ વર્ડ, ડબલ ઇકત પટોળા, કચ્છી શાલ, હેન્ડલૂમ વસ્તુનું વણાટ, સાડી- દુપટ્ટા-શાલ વુલન- હેન્ડલૂમ વસ્તુઓ, પેચ વર્ક, મીનાકારી વર્ક, મોતીકામ, ગૃહ સુશોભનની વગેરે હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા ગરવી ગુર્જરી એમ્પોરીયમનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે.આ મેળાનું આયોજન વડોદરાનું ઇ.ડી.આઇ.આઇ, રાજકોટનું ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ.તથા અમદાવાદ અને માધવપુર (પોરબંદર) દ્વારા સંયુકતપણે કરાયું છે.
૨૮ માર્ચ સુધી ચાલનારા આ હસ્તકલા હાટની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા રાજકોટની જનતાને ઇન્ડેક્ષ્ટ-સી અને ઇ.ડી.આઇ.આઇ.દ્વારા ભાવભર્યો અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ઇન્ડેક્ષ્ટ-સીના અધિકારી આર.આર.જાદવ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રાજકોટના જનરલ મેનેજર કિશોર મોરી સહિતના આધિકારીઓ અને રાજકોટની જનતા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ગિરીશ ભરડવા રાજકોટ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300