અરુણાચલ પ્રદેશની બાબી રિબાની કલાને બિરદાવતા રંગીલા રાજકોટવાસીઓ

અરુણાચલ પ્રદેશની બાબી રિબાની કલાને બિરદાવતા રંગીલા રાજકોટવાસીઓ
રાજકોટ:
રંગીલા રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે ૨૬ માર્ચથી ત્રિદિવસીય હસ્તકલા હાટમાં એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં સ્ટોલ ધરાવતા શ્રી બાબી રિબા જેઓ અરુણાચલ પ્રદેશથી આવેલા છે.તેઓ છેલ્લા ૧૩ વર્ષથી હાથ વણાટ સાથે જોડાયેલ આવા પ્રદર્શનથી તેવો અનેક શહેરોમાં જઈ પોતાની કલાને લોકો સુધી પહોંચાડી શક્યા છે.તેઓ હાથવણાટ કરેલા શાલ-કોટનું વેચાણ કરે છે. રંગીલા રાજકોટના લોકોને તેઓની કળા ગમી અને તેને બિરદાવવામાં આવી જેનાથી તેઓ ખુશ છે. સરકારના આ પ્રદર્શનના માધ્યમથી રોજગારી ઉભી થાય છે તેમજ ખુબ સરસ રીતે મેળામાં આયોજન તેમજ ભોજન પણ આપવામાં આવે છે,તેઓ ગુજરાત સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : ગિરીશ ભરડવા – રાજકોટ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300