ખાખરીયા શ્રી મદ્રભાગવત કથા માં મહારક્તદાન કેમ્પ યોજાયો

ખાખરીયા શ્રી મદ્રભાગવત કથા માં મહારક્તદાન કેમ્પ યોજાયો ૧૦૮ મી વખત મનસુખભાઈ કાસોદરિયા એ રક્તદાન કર્યું
પાલીતાણા ના ખાખરીયા ગામે પાલડિયા બાબુભાઇ અમરશીભાઇ પાલડીયા પરિવાર એવમ સમસ્ત ખાખરીયા ગામ આયોજિત માતાજી ના મંદિર પરિસર માં વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી નિલકંઠદાદા વડીયા (ખાખબાઇ વાળા) ના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે સંગીતમય અને ભાવાત્મક શૈલી માં શ્રમદ્ર ભાગવત કથાનું રસપાન કરતા શ્રધ્ધાળુ ભાવિકો વચ્ચે આજે તા.૨૬/૦૩/૨૩ ને રવિવારે યોજાયેલ મહારક્તદાન કેમ્પ માં અદમ્ય ઉત્સાહ સાથે રક્તદાતા ઓએ લાઈનો લગાવી શ્રી મદ્રભાગવત કથા માં મહારક્તદાન કેમ્પ માં ખાખરીયા ગામ ના હાલ સુરત સ્થિત ગ્રીન આર્મી ના મોભી સમાજ સેવી યુવાન મનસુખભાઈ કાસોદરિયા એ માદરે વતન ખાતે ૧૦૮ મી વખત રક્તદાન કર્યું સજ્જન વ્યક્તિ ગામ વચ્ચે ઉભેલા ઘટા ટોપ વૃક્ષ સમાન હોય છે દરિયા જેવું મન ધરાવતા સૌને હંમેશા ને માટે ઉપયોગી થનાર શ્રીમાન મનસુખભાઈ કાસોદરિયા એ ૧૦૮ મી વખત રક્તદાન કરી સુંદર સદેશ આપ્યો હતો ખાખરીયા ખાતે ચાલતા ધર્મોત્સવ શ્રી મદ્રભાગવત કથા દરમ્યાન આવતા પ્રભુ ચરિત્ર લીલા ઉત્સવો સાથે સામાજિક સેવા અને માનવતાવાદી અભિગમ થી કથા મહોત્સવ માં મહારક્તદાન કેમ્પ યોજી તેના માધ્યમ થી ૧૧૧ રક્ત બોટલ એકઠી થઈ આ ૧૧૧ રક્ત બોટલ દર્દી નારાયણના લાભાર્થે આપી દેવામાં આવી છે આવા ધાર્મિક મહોત્સવ દરમ્યાન માનવતાવાદી સેવાયજ્ઞ યોજી સુંદર સદેશ આપ્યો હતો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300