“શ્રીમદ્દ ભાગવત કહે છે દરેક જીવાત્મા માટે “કર્મસ્તુ કૌશલ્યમ સર્વ ની કુશળતા ધર્મ છે”

“શ્રીમદ્દ ભાગવત કહે છે દરેક જીવાત્મા માટે “કર્મસ્તુ કૌશલ્યમ સર્વ ની કુશળતા ધર્મ છે”
Spread the love

“દામનગર શ્રીમદ્ર ભાગવતકથા માં અઢારે આલમ” ધર્મ ની શરૂઆત કાલે કરશો તો ચાલશે પણ અધર્મ નો ત્યાગ આજે કરી દો (ભાગવતાચાર્ય રાહુલ રાજ્યગુરૂ)

“ધર્મ ની શરૂઆત કાલે કરશો તો ચાલશે પણ અધર્મ નો ત્યાગ આજે કરી દો (ભાગવતાચાર્ય રાહુલ રાજ્યગુરૂ”

“શ્રીમદ્ર ભાગવત કહે છે દરેક જીવાત્મા માટે “કર્મસ્તુ કૌશલ્યમ સર્વ ની કુશળતા ધર્મ છે”

“દયા અને ક્ષમા એ માનવધર્મ નો અર્ક છે દયા ની વાવણી કરો પરોપકાર નું પાણી પાઓ પ્રમાણિકતા નું ખાતર પૂરો ક્રોધ નું નિંદામણ કરો પ્રેમ નો વરસાદ થશે સુખ ની કૂંપળ ફૂટશે સંતાપ નો થાક નિપજશે જીવન નું ખળું છલકાય જશે” ( રાહુલ રાજ્યગુરૂ)

દામનગર ના વેરાન વગડા માં વસંત પ્રસરાવી દેતી શ્રીમદ્ર ભાગવત કથા વગડીયા સિમ વિસ્તાર માં શ્રી વગડીયા ખોડિયાર મંદિર પરિસર માં ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં સામાજિક સંવાદિતા પ્રગટાવતા વિદ્વાન ભાગવતાચાર્ય રાહુલભાઈ રાજ્યગુરૂ વ્યાસાસને કથા શ્રવણ માં અઢારે આલમ ની ઉપસ્થિતિ સંતશ્રી પ્રતિમદાસબાપુ ની પાવન નિશ્રા માં બ્રહ્મસમાજ ના ભરતભાઇ ભટ્ટ દાઉદી વ્હોરા સમાજ અગ્રણી ઓ વાલી સેફુદીન માંકડા મોઇઝભાઈ ભારમલ જનક્ષત્રિય મોચી સમાજ ના બાબુભાઇ મકવાણા સોરઠીયા ધોબી સમાજ ના અનુભાઈ ચુડાસમા જેન સમાજ સુરેશભાઈ અજમેરા વીરેન્દ્ર પારેખ લુહાર સુથાર વજુભાઇ સિદ્ધપરા રૂપાધડા દસનામ સાધુ સમાજ ના ભરતભાઈ ગોસાઈ વસરાજ ટિફિન સેવા અમરેલી સહિત દેહાણી જગ્યા ના સંતો સહિત સમગ્ર વગડીયા સિમ વિસ્તાર ના ખેડૂત પરિવારો ની વિશાળ જનમેદની વચ્ચે માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે વિદ્વાન ભાગવતાચાર્ય રાહુલભાઈ રાજ્યગુરૂ ની ભાવાત્મક શૈલી માં અંતરઆત્મા ને રાજી કરતી શ્રીમદ્ર ભાગવત કથા માં હજારો શ્રધ્ધાળુ ભાવિકો ને એકી પંગત માં ભજન અને ભોજન માટે શિસ્તબદ્ધ સ્વંયમ સેવક ટીમ ની સતત ખડેપગે સેવા આપી રહ્યા છે કથા દરમ્યાન આવતા જંગમી તીર્થસમા પૂજ્ય સંતો ધારેશ્વરી ખોડિયાર મંદિર મહંત શ્રી બંસીદાસબાપુ પૂજ્ય વિનુભાઈ પૂજ્ય પંકજભાઈ શુક્લ પ્રખર ભાગવતાચાર્ય અમરેલી ગુરુમુખી સંત શ્રી બ્રહ્મલિન દયારામબાપુ ના સીતારામ આશ્રમ મહંત શ્રી સહિત અનેકો નામી અનામી સંતો ની શ્રીમદ્ર ભાગવત કથા માં પધરામણી કરી રહ્યા છે કથા ના પાંચ માં અકડેઠઠ શ્રધ્ધાળુ ભાવિકો ની જનમેદની વચ્ચે સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો અઢારે આલમ ની હાજરી થી શ્રીમદ્રભાગવત કથા માં રોનક પ્રસરી ગઈ હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230326_174135.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!