કચ્છ ના ગાગોદર માં શ્રી રામ કથા નું આયોજન.

કચ્છ ના ગાગોદર માં શ્રી રામ કથા નું આયોજન.
કચ્છ વાગડ નાં ગાગોદર ગામ માં ચૈત્ર સુદ ૬, સોમવાર, તારીખ ૨૭,૩ થી ૪-૪ સુધી ભગવાન શ્રી રામ કથા નું આયોજન કરવામાં આવ્યું છે. કથા વક્તા શ્રી ભાગવાદાચાર્ય પરમ પૂજ્ય શ્રી ભરત ભાઈ વ્યાસ ( ધરમપુર – વલસાડ) છે. પુજ્ય મહંત શ્રી પૂરણગીરી ભીમગીરી ગોસ્વામી પરિવાર તથા શ્રી ભીડભંજન મહાદેવ મંદિર, શ્રી રામ કથા સમિતિ , મુખ્ય યજમાન શ્રી વેલજીભાઈ બાબુભાઈ જોગુ પરિવાર ( ગાગોદર) તથા સહ યજમાન પરિવાર શ્રી રણછોડભાઈ રામજીભાઈ વૈદ ( ગાગોદર), આયોજિત આ કથા ભીડભંજન મહાદેવ મંદિર ( માતૃશ્રી રત્નાબેન ભાણજીભાઈ અણંદાભાઈ શાહ પરિવાર નું મંદિર. ગોરાસર, રામપર) તથા સમસ્ત ગ્રામ જનો અને સેવક ગણો દ્વારા કથા નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય મહંત શ્રી ગંગાગીરી ગુરુ મોહન ગીરી બાપુ ( રવેચી જાગીર), મહંત શ્રી ગંગાગીરી ગુરુ જગદીશ ગીરી ( મોમાયમોરા જાગીર), મહંત શ્રી બેચર ગીરી કેશવગીરી ગોસ્વામી ( સુરેશ્વરધામ), મહંત શ્રી જીતુગીરી અરજણગીરી ગોસ્વામી ( નીલકંઠ મહાદેવ) નાં હસ્તે કરવામાં આવ્યું હતું. આશીર્વચન શાસ્ત્રીજી નવલ શંકર કરુણ શંકર રાજગોરે પાઠવ્યા હતા.આ કથા દરમિયાન કથા પ્રારંભ, પોથી યાત્રા, શ્રી રામ જન્મોત્સવ, શ્રી સીતા રામજી વિવાહ, શ્રી રામેશ્વર પુજા, ભોજન પ્રસાદ, સહિત નાં પ્રસંગો ઉજવાઇ રહ્યા છે. આ પ્રસંગે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ ના આગેવાન શ્રી રમેશગીરી પૂરણગીરી ગોસ્વામી ( ગાગોદર), શ્રી શિવપુરી કેવળપુરી ગોસ્વામી ( પ્લાંસવા), સહિત નાં અનેક લોકો એ પ્રસંગ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ગ્રામ જનો તથા આસપાસ નાં ગામો નાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
–રમેશ ગોસ્વામી “સારથિ”
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300