અંકલેશ્વર : કેબલ ડ્રમ અને લોડમાઉન્ટ બોક્સની ચોરીના આરોપી ઓને પોલીસે ઝડપી પાડયા

અંકલેશ્વર : કેબલ ડ્રમ અને લોડમાઉન્ટ બોક્સની ચોરીના આરોપી ઓને પોલીસે ઝડપી પાડયા
અંકલેશ્વર GIDCમાં એશિયન પેઈન્ટના ગોડાઉનમાંથી કેબલ ડ્રમ અને લોડમાઉન્ટ બોક્સની થઈ હતી ચોરી
પોલીસે 3 ચોરો સાથે 1 ભંગારીયાને દબોચી લીધો
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલા એશિયન પેઇન્ટ કંપનીના ભાડે રાખેલા પ્લોટમાંથી કેબલ ડ્રમ અને લોડમાઉન્ટ બોક્સની ચોરીનો ભેદ GIDC પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ચાર તસ્કરોને ઝડપી પાડીને કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
અંકલેશ્વર GIDCમાં ગ્લેનમાર્ક કંપનીની સામે આવેલી જગ્યામાં એશિયન પેઇન્ટ કંપની દ્વારા પ્લોટ ભાડેથી રાખી તેમાં કંપનીનો સામાન મુકવામાં આવ્યો હતો. જે 16 મી માર્ચ 2023થી 18મી માર્ચ દરમિયાન કંપનીના માલિકીના કેબલ ડ્રમ નંગ-12 તથા લોડમાઉન્ટ બોક્ષ નંગ- 15 જેની કુલ કિં.રૂ.17,56,754 ના સામાન તસ્કરો ચોરી ગયા હતાં. જેની ફરિયાદ કંપની તરફથી મળતાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર મામલે અંકલેશ્વરના DY.SP ચિરાગ દેસાઇ તથા પોલીસ ઇન્સપેકટર બી.એન.સગરના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે આ મામલે ચોરીને અંજામ આપનાર મોહિત ઉર્ફે બિહારી રાજેશ પાલ, દિપક ઉર્ફે દાદુ અનિલ પાટીલ અને સમીરકુમાર ઉર્ફે ગોરીયો મનુ યાદવને ચોરીના લોડમાઉન્ટ નંગ 06 સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ વધુ તપાસમાં ચોરી કરેલા કેબલ વાયરોમાંથી કોપર તાર મેળવી ભંગાર લે-વેચ કરતાં ભંગારીયાને વેચાણ કર્યું હોવાનું જણાવતા પોલીસે રચનાનગર સહજાનંદ હોટલ પાછળના ભંગારીયો મોન્ટુ સિધ્ધેશ્વર પાસવાનને ઝડપી પાડ્યો હતો.
આ ગુનામાં પોલીસે આરોપીઓ પાસેથી લોડમાઉન્ટ નંગ- 06 કિં.રૂ.19,908,કેબલ કોપર તાર 450 કિ.ગ્રા કિ.રૂ. 2,25,000 અને એક હોન્ડા સાઇન બાઈક કિં.રૂ.80 હજાર મળીને કુલ 3,24,908નો મુદ્દામાલ રિકવર કરીને ચારેય આરોપીઓને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300