માટી માંથી રૂપિયા રળતી માનૂનીની ઊંચી ઉડાન

માટી માંથી રૂપિયા રળતી માનૂનીની ઊંચી ઉડાન
રાજકોટમાં કાયાપલટ કોર્પોરેટર હાઉસ – યોગ ચૈતન્ય ઈન્ટરનેશનલનું સાધુ સંતોના હસ્તે લોકાર્પણ
ખેતરાઉ માટી નિર્મિત 100 થી વધુ પ્રોડક્ટ માટે રાજકોટના અંજુબેન પાડલીયાને વર્લ્ડ રેકોર્ડ એનાયત
રાજકોટ : ખેતરાઉ માટી માંથી નિર્મિત 100 થી વધુ બ્યુટી પ્રોડક્ટ બનાવનાર અંજુબેન પાડલીયાના કાચાપલટ કોર્પોરેટર બિલ્ડીંગનો બીએપીએસના સાધુ સંતોના વરદ હસ્તે ઉદ્દઘાટન સમારંભ 30 માર્ચ ગુરુવારને રામનવમીના પાવન દિવસે સવારે 10 કલાકે પ્રયોજવામાં આવ્યો હતો. કાલાવડ રોડ નજીક, પુષ્કરધામ મેઈન રોડ, રાજકોટ ખાતે આયોજિત આ સમારોહમાં એક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.કાયાપલટ’ બ્રાન્ડ હેઠળ કંપનીના ફાઉન્ડર અંજુબેન પાડલિયા વિશ્વના એક માત્ર એવા મહિલા છે જેમણે ખેતરની માટી માંથી 100 થી વધુ બ્યુટી પ્રોડક્ટનું નિર્માણ કર્યું છે.આ તમામ પ્રોડક્ટ બિલકુલ કેમિકલ સહિત અને એકદમ નેચરલ ઇન્ડ્રીગ્રેન્ટ માંથી જ બનાવવામાં આવી છે. અમદાવાદથી વર્લ્ડ રેકોર્ડ ટિમ રૂબરૂ ઉપસ્થિત રહી અંજુબેન પાડલીયાને આ એવોર્ડ એનાયત કર્યો હતો ત્યારે રાજકોટ શહેર વૈશ્વિક કક્ષાએ આ પ્રસંગને લઈને ગૌરાંવિત થયું હતું.
‘કાયાપલટ’ કોર્પોરેટ બિલ્ડીંગ વિશે રોચક માહિતી આપતા અંજુબેન પાડલીયાએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર નેચરોપેથીનો રિટેઇલ મોલ રહેશે જ્યાં માટી માંથી નિર્મિત 100 થી વધુ પ્રોડક્ટનું રિટેઇલ તેમજ હોલસેલ વેચાણ કરવામાં આવશે.ફર્સ્ટ ફ્લોર પર આવેલી ઓફીસ માંથી મહિલાઓ માટેની આ પ્રોડક્ટ અંગે તેમજ નેચરલ ટ્રીટમેન્ટના માર્ગદર્શન માટે દરરોજ લાઈવ થશે.આ લાઈવમાં ફ્રેંચાઇઝી મોડેલ તેમજ ફ્રેન્ચાઈઝી માટે લોકોને માહિતી આપવામાં આવશે.આ ઉપરાંત સેન્ડ ફ્લોર પર નિર્મિત સેમિનાર હૉલમાં દર સપ્તાહે સેમિનાર યોજવામાં આવશે જેમાં મુખ્યત્વે કુલ ત્રણ વિષયો પર વિચાર ગોષ્ઠી કરવામાં આવશે.જેમાં ઘેર બેઠા ઇન્કમ કઈ રીતે મેળવી શકાય એ વિષય પર તથા બીજા વિષય ડાયાબિટીસ, બીપી,ગાયનેક પ્રોબ્લેમ પર નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે,જ્યારે ત્રીજો વિષય બ્યુટી અંગેનો રહેશે જેમાં સ્કિન-હેરની સંદર્ભે બહારની સુંદરતા સાથે આંતરિક સુંદરતા કઈ રીતે નિખારી શકાય એ અંગે વિસ્તૃત જાણકારી નિયમિત આપવામાં આવશે.30 માર્ચે જ આ બિલ્ડીંગમાં ‘યોગ ચૈતન્ય’ ઈન્ટરનેશનલ યોગ સ્કૂલનું ઉદ્દઘાટન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો. કેવાયટી અમેરિકી માન્યતા ધરાવતો 200 કલાકનો કોર્ષ આ યોગ શાળામાં શીખવવામાં આવશે.200 કલાકની કુલ ટ્રેનિંગ લીધા બાદ વિશ્વમાં કોઈપણ સ્થળે યોગ શાળા ખોલી શકે છે.આ યોગ ટીચર વર્ક પરમીટ પર પણ કામ કરી શકે છે.આ કોર્ષ માટે હાલ સવારની બેચનો પ્રારંભ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,વિશ્વમાં વધતા યોગ પ્રચલનને લઈને હાલ યોગ ટીચરની ખૂબ ડિમાન્ડ છે.આથી જ એન્જીનીયર,સી.એ તેમજ એમબીએ કરતા પણ વધુ આવક યોગ ટીચરને મળે છે. આત્મનિર્ભર ભારત, કેમિકલ મુક્ત ભારતની પરિકલ્પનાને સાકાર કરતા આ કોર્પોરેટર બિલ્ડીંગમાં મહિલાઓને પગભર કરવાના પ્રયાસનો પડઘો પણ પડશે.હેલ્થકોચની 17 બેચ દરમ્યાન પાસ આઉટ થયેલી અસંખ્ય મહિલાઓ પૈકીના 30 મહિલા આર્ટિસ્ટ 210 કલાક સતત માટીનો મેકઅપ કરવાના છે જે પણ એક વર્લ્ડ રેકોર્ડ બનશે. જેની ખાસ બાબત એ છે કે આ ત્રીસેય આર્ટિસ્ટને તેમના પર્સનલ નામ સાથે આ રેકોર્ડ મળશે.
સૌરાષ્ટ્રની ટોપ 25 બ્રાન્ડમાં મહિલા સંચાલિત એક માત્ર કાયાપલટ બ્રાન્ડ 100 કરોડથી ઉપરની સૌરાષ્ટ્રની 25 ટોપ બ્રાન્ડમાં કાયાપલટ એક માત્ર એવી કંપની છે જેના ફાઉન્ડર અને સંચાલન મહિલાના હાથમાં છે.25 પૈકી 24 કંપની પુરુષ સંચાલિત છે.વિશ્વની પ્રથમ મહિલા જે માટી માંથી નિર્મિત વસ્તુનું માર્કેટિંગ કરી આગળ વધી અને 100 કરોડથી વધુની કંપનીઓની કલબમાં સામેલ થઈ છે.
રિપોર્ટ : ગિરીશ ભરડવા,રાજકોટ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300