પીએમ સ્વનિધિ યોજના લાભ મળતા અશલમભાઇ લાખાણીનો ધંધો પાટે ચડ્યો

પીએમ સ્વનિધિ યોજના લાભ મળતા અશલમભાઇ લાખાણીનો ધંધો પાટે ચડ્યો
Spread the love

પીએમ સ્વનિધિ યોજના લાભ મળતા અશલમભાઇ લાખાણીનો ધંધો પાટે ચડ્યો

 

જૂનાગઢ : નાના અને છુટક ધંધાર્થીઓ માટે પીએમ સ્વનિધિ યોજના આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. કોરોના કાળમાં આ ધંધાર્થીઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ આજે પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળતા તેમનો ધંધો પાટે ચડ્યો છે.

જૂનાગઢમાં ફ્રુટના ધંધો કરતા અશલમભાઇ લાખાણી કહે છે કે, લોકો ડાઉનમાં ભારે આર્થિક ખેંચનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળતા તબક્કાવાર ૧૦, ૨૦ અને ૫૦ હજારની લોન મળી હતી. આ લોનના હપ્તા પણ તબક્કાવાર ભરતા રૂ. ૫૦ હજાર સુધીની લોન મળી હતી. આમ, આ લોન પેટે મળેલા નાણાંથી મારો ધંધો ફરી પાટે ચડ્યો છે. આમ, મારૂ પરિવાર સુખી અને ખુશહાલ છે. તેમ જણાવતા તેમણે અશલમભાઈએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

તેવા એક જ છુટક ટીવી, વોશિંગ મશીન વગેરેના કવર અને અન્ય ચીજવસ્તુ છુટક પથરાણા પાથરીને વેચાણ કરતા જીવુબેન મોલડિયાએ રૂા.૧૦ હજારની લોન મળી હતી. અને તેના પરિણામે તેમનો આ વ્યવસાય વેગવંતો બન્યો છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!