ડાંગ. સાપુતારા ઘાટમાર્ગમાં ટેમ્પો ભેખડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો.

ડાંગ. સાપુતારા ઘાટમાર્ગમાં ટેમ્પો ભેખડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો.
ડાંગ : પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ બેંગલોરથી કાચી કેરીનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઈ રહેલ આઇસર ટેમ્પો ન.કે.એ.07 બી.1988 જેનો સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં અચાનક બ્રેક ફેલ થઈ જતા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દઈ આ આઈસર ટેમ્પાને માર્ગની સાઈડનાં ભેખડ સાથે અથડાવી દેતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવનાં પગલે આઇસર ટેમ્પોનાં કિલિનર સાઇડનાં ભાગે જંગી નુકસાન થવા પામ્યુ હતુ.આ બનાવમાં સદનસીબે ચાલક અને કલિનરને કોઈ પણ ઇજા ન પહોચતા મોટી દુર્ઘટના ટળી હતી.
રિપોર્ટ. સંજય ગવળી ડાંગ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300