ડાંગ નાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ.વિપીન ગર્ગની તાપી જિલ્લા કલેકટર તરીકે બદલી

ડાંગ નાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ.વિપીન ગર્ગની તાપી જિલ્લા કલેકટર તરીકે બદલી.
ડાંગ : રાજ્ય સરકારે માર્ચની આખર તારીખમાં રાજ્યનાં 109 જેટલા આઈ.એ.એસ સનદી અધિકારીઓની સામુહિક બદલીનો ગંજીપો ચિપ્યો છે.ગુજરાત સરકારનાં જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા 109 આઈ.એ.એસ અધિકારીઓની ટોપ ટુ બોટમ લેવલ સુધીમાં ફેરફાર કરી પ્રમોશન સહિત બદલીઓ કરી છે.ડાંગ જિલ્લામાં ડાંગ કલેક્ટર તરીકે વધારાનો હવાલો સંભાળનાર અને રેગ્યુલર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર યુવાન આઈ.એ.એસ.અધિકારી ડૉ વિપીન ગર્ગની બદલી થવા પામી છે.ડાંગ જિલ્લાનાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર ડૉ વિપીન ગર્ગની બદલી તાપી જિલ્લામાં કલેક્ટર તરીકે થઈ છે.ડાંગ જિલ્લામાં કલેક્ટર તરીકે વધારાનો હવાલો સંભાળનાર આઈ.એ.એસ ડૉ વિપીન ગર્ગની તાપી જિલ્લા ખાતે કલેકટર તરીકે બદલી થતા તેઓની ખાલી જગ્યાએ એમ.આઈ.પટેલ (આઈ. એ.એસ.)એડિશનલ સેક્રેટરી એનર્જી અને પેટ્રો કેમિકલ્સ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરની ડાંગ કલેક્ટર તરીકે નિમણુંક થઈ છે.જ્યારે જોઈન્ટ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે ફરજ બજાવનાર આર.એમ.ડામોર (આઈ.એ.એસ)ની ડાંગ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક થવા પામી છે.વધુમાં ડાંગ જિલ્લામાં પ્રયોજના વહીવટદારની ખાલી જગ્યાએ પણ સુથાર રાજ રમેશચંદ્ર આઈ.એ.એસની નિમણુંક થવા પામી છે.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પ્રથમ વખત રાજય સરકારે એકી સાથે,કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજના વહીવટદારનાં જેવા મહત્વનાં હોદા પર ત્રણ જેટલા( આઈ.એ.એસ)સનદી અધિકારીઓની નિમણુંક કરી છે..
રિપોર્ટ.સંજય ગવળી ડાંગ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300