15 વર્ષની સફર પરિપૂર્ણ કરી 16મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતું ” લોકાર્પણ “

15 વર્ષની સફર પરિપૂર્ણ કરી 16મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતું ” લોકાર્પણ ”
ગાંધીનગર સહિત કુલ 7 જિલ્લાઓમાંથી પ્રસિદ્ધ થતું ગુજરાતનું અગ્રીમ હરોળનું અખબાર એટલે લોકાર્પણ દૈનિક…
આ ઉપરાંત યુટ્યુબ ચેનલ અને સાથે વેબ પોર્ટેબલ તો ખરું જ…
કાગળ અને કલમનું કસબી એટલે “લોકાર્પણ”
ટીમ લોકાર્પણના અથાગ પરિશ્રમ અને મહેનત દ્વારા લોકાર્પણ દૈનિક પ્રજામાં લોકચાહના મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે. આજથી 15 વર્ષ પૂર્વે તા.01/04/2008 ના રોજ લોકાર્પણ દૈનિકની પ્રથમ આવૃત્તિનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આપ સૌના સાથ-સહકારથી આજે લોકાર્પણ દૈનિક ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, મહેસાણા, આણંદ, સુરત અને જામનગર સહિતના જિલ્લાઓમાંથી અલગ-અલગ આવૃત્તિ સ્વરૂપે પ્રસિદ્ધ થઈ રહ્યું છે.
પ્રિન્ટ મીડિયાની સાથે-સાથે લોકાર્પણ દૈનિક દ્વારા વેબપોર્ટલ દ્વારા ફટાફટ સમાચારો લોકો સુધી પહોંચડવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો. જેમાં આજદિનપર્યંત અંદાજિત 85 લાખથી વધુ યુઝર્સ આવી ચૂક્યા છે. સમયાંતરે
ટીમ લોકાર્પણ દ્વારા યુટ્યુબ ચેનલની પણ શરૂઆત કરવામાં આવેલ છે. જેને પણ નાગરિકોનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે.
ટીમ લોકાર્પણ દ્વારા સતત અને સખત આગળ ધપવા માટે અથાગ મહેનત કરવામાં આવી રહી છે. લોકાર્પણ જૂથ સાથે જોડાયેલા દરેક પત્રકાર મિત્રો અને વાંચકમિત્રોનો આ તકે સમગ્ર ટીમ લોકાર્પણ વતી આભાર વ્યક્ત કરવામાં આવે છે.
આ ઉપરાંત આપના વિસ્તારમાં કોઇપણ ધાર્મિક-સામાજિક કાર્યક્રમો ઉપરાંત પ્રજાની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો આપ અમને જણાવી શકો છો. અમે બનીશું આપની સમસ્યાનો અવાજ…. અમે આપીશું આપના પ્રશ્નોને વાચા…. આપના વિસ્તારમાં પડતી સમસ્યાના ફોટો તેમજ વિડિયો અમને મોકલી શકો છો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300