જૂનાગઢ આરટીઓ દ્વારા ફોર વ્હીલ અને ટુ વ્હીલના બાકી રહેલા નંબરો માટે રીઓકશન થશે

જૂનાગઢ આરટીઓ દ્વારા ફોર વ્હીલ અને ટુ વ્હીલના બાકી રહેલા નંબરો માટે રીઓકશન થશે
Spread the love

જૂનાગઢ આરટીઓ દ્વારા ફોર વ્હીલ અને ટુ વ્હીલના બાકી રહેલા નંબરો માટે રીઓકશન થશે

જૂનાગઢ : જૂનાગઢ આરટીઓ દ્વારા   ફોરવ્હીલ સીરિઝ GJ11BR, GJ11CD, GJ11CH, GJ11CL ટુ વ્હીલ સીરિઝ GJ11CE, GJ11CF, GJ11CG, GJ11CJ,GJ11CK, GJ11CM તથા ટ્રાન્સપોર્ટ વાહન GJ-11-VV અંતર્ગત બાકી રહેલા  નંબર માટે રીઓકશન થશે.

જેમાં તા.૪/૪/૨૦૨૩  બપોર ૪ કલાક સુધી રજીસ્ટ્રેશન કરાવવું. રજીસ્ટ્રેશન બંધ તા.૬/૪/૨૦૨૩ બપોરે ૩ કલાક ૫૯  કલાક સુધી,ઓકશન તા.૬/૪/૨૦૨૩ના બપોરના ૪ કલાક થી શરૂ થશે. અને પુરૂ તા.૮/૪/૨૦૨૩ના બપોરે ૪ કલાક સુધી રહેશે.

પસંદગીના  નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ વાહન ખરીદ તારીખથી ૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/  લિંક મારફતે વાહન-૪ સોફ્ટવેરમાં CNA ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી, પસંદગીના નંબર મેળવવા માટે ઉપર મુજબ લિંક પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી, ઉપર મુજબ તારીખોમાં બીડીંગ કરવાનું રહેશે. જે અનુસાર સૌથી વધુ બીડ થયેલ નંબર, તે બીડ કરનાર અરજદારોને વાહન-૪ સોફ્ટવેર દ્વારા ફાળવી દેવામાં આવશે.

વધુમાં  જે વાહન માલિક દ્વારા  CNA  ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલિક, વાહન ખરીદની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકશે. તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.ઓકશન બીડિંગમાં ભાગ લેનાર અરજદારે સીરિઝ ખૂલ્યાની તારીખ થી દિવસ-૩ માં બિડીંગ મુજબના નાણાં ઓનલાઇન ભરવાના રહેશે. તેમજ તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે. અન્યથા જે તે નંબર મળવાપાત્ર રહેશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!