જૂનાગઢ જિલ્લા મથકે તા.૨૭ તથા તાલુકા મથકે તા.૨૬ એપ્રિલ યોજાશે ફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ જિલ્લા મથકે તા.૨૭ તથા તાલુકા મથકે તા.૨૬ એપ્રિલ યોજાશે ફરિયાદ નિવારણ કાર્યક્રમ
જૂનાગઢ : મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં તા.૨૭/૦૪/૨૦૨૩ને ગુરૂવારના સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે યોજાશે અને તા.૨૬/૦૪/૨૦૨૩ને બુધવારે સવારે ૧૧ કલાકે દરેક તાલુકા મથકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. લોકોને જિલ્લા મથકે આવવું ન પડે તે માટે ગામના તલાટીને દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજૂ કરી શકાશે.
જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી, જૂનાગઢ અને તાલુકા તથા ગ્રામ કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારોએ તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીને તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં સીધા પણ રજૂ કરી શકશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુદ્દત બાદની અરજી, અસ્પષ્ટ રજૂઆતવાળી અરજી, એક કરતા વધુ વિભાગ, કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજી, નામ-સરનામા વગરની અરજી, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજી, નિતિ-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજી, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધીત કચેરી/ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્નો, અગાઉના સ્વાગતા કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં,
જૂનાગઢ જિલ્લા કક્ષાના પ્રશ્નો જિલ્લા કલેક્ટર કચેરી, જૂનાગઢ ખાતે તા.૨૭/૦૪/૨૦૨૩ને ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. જ્યારે તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી ખાતે તા.૨૬/૦૪/૨૦૨૩ બુધવારના રોજ સવારના ૧૧ કલાકે મામલતદારશ્રી અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે તેમ જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300