શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં યોજાઈ કોન બનેગા અગિયાર હજારપતિ સ્પર્ધા યોજાઇ

શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં યોજાઈ કોન બનેગા અગિયાર હજારપતિ સ્પર્ધા યોજાઇ
તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલ શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત કળાને ઉજાગર કરવા કોન બનેગા અગિયાર હજારપતિ સ્પર્ધાનું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં આસપાસની ૮૦ શાળાના ૧૪૩૦ બાળકો ભાગીદાર બની પ્રોત્સાહન રકમ જીત્યા હતા. જેમાં મોટાઘણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની ભંમર દિવ્યાબેન કરણાભાઈ અગિયાર હજારપતિ સ્પર્ધાના વિજેતા બની શાળા અને વિસ્તારનું ગૌરવ વધાર્યું છે .સાથે સાથે ધોરણ 10 નો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે G.T.S.T અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં વૈભવભાઈ જોશીએ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું .સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના તમામ કર્મચારીઓએ પ્રશંસનીય કાર્ય કર્યું હતું. આમ, આ કાર્યક્રમ ખૂબ આનંદદાયક અને પ્રેરણારૂપ બન્યો હતો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300