સાબરકાંઠા જિલ્લામાં રાજ્યપાલના આગમનને લઇ વહિવટીતંત્ર દ્વારા તૈયારી હાથ ધરાઇ

સાબરકાંઠા જિલ્લામાં રાજ્યપાલના આગમનને લઇ વહિવટીતંત્ર દ્વારા તૈયારી હાથ ધરાઇ
Spread the love

સાબરકાંઠા જિલ્લામાં રાજ્યપાલના આગમનને લઇ વહિવટીતંત્ર દ્વારા તૈયારી હાથ ધરાઇ

આગામી તા. ૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લેનાર છે જેના સંદર્ભે હિંમતનગર પ્રાંત અધિકારી જયંત કિશોરના અધ્યક્ષસ્થાને સાબર ડેરી ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

 


સાબર ડેરી દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ હિંમતનગરની સાબર ડેરીના ઓડીટોરીયમ હોલ ખાતે રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષતામાં આગામી તા. ૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ યોજાનાર છે.
જે સંદર્ભે પ્રાંત અધિકારી જયંત કિશોરે સાબર ડેરીના સંયોજક કમીટી અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક કરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજયપાલના આગમનને લઇ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેનાર હોઇ તે બાબતને ધ્યાને લઇ આનુષંગિક વ્યવસ્થા કરવા પ્રાંત અધિકારીશ્રીએ જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. જેમાં ખેડૂતો તથા આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા, હેલીપેડ આવા ગમનના રસ્તાઓ, પાર્કિગ, કૃષિ સ્ટોલ તથા પીવાના પાણી સહીતની તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!