સેંગોલ: સત્તા હસ્તાંતરણ ના દંડ નો ભવ્ય ઈતિહાસ..

સેંગોલ: સત્તા હસ્તાંતરણ ના દંડ નો ભવ્ય ઈતિહાસ…
એક શબ્દ આજકાલ બહુ ચર્ચા માં છે. અલબત, એવું પણ નથી કે આ શબ્દ ભારતીયો માટે નવો છે. ના, એવું બિલકુલ નથી. આ શબ્દ સદીઓ થી ભારત માં ચર્ચિત હતો. પણ છેલ્લા થોડાક વર્ષો થી એક યા બીજા કારણોસર આ શબ્દ ને દબાવી દેવા માં આવ્યો હતો અથવા નજર અંદાજ કરવા માં આવ્યો હતો. એ છે સેંગોલ…!
આ દક્ષિણી ભાષાનો શબ્દ છે.સેંગોલ એટલે સંપ્રભુતાદણ્ડ. મૂળ સંસ્કૃત શબ્દ શકુંદણ્ડ પરથી અવતર્યો છે. દક્ષિણની દરેક ભાષા આ શબ્દને સૌ પોત પોતાની મુનસફી પ્રમાણે વ્યુત્પતિ આપે છે. મૂળ સંસ્કૃત શબ્દ છે એથી સ્વાભાવિક છે કે કેટલાય અર્થો નીકળતા હોય. અને નીકળે પણ છે. એક સમયે ભારત માં આ દંડ નો મોટો મહિમા હતો.દંડનો આકાર શંકુ/ કોનિકલ હોય છે. અગ્ર ભાગ પર નંદિ બિરાજમાન હોય છે.જે શક્તિ, ઊર્જા અને પ્રચંડ વાયુ નું પ્રતિક છે. અન્ય સંસ્કૃત શબ્દની વ્યાખ્યાઓ તપાસીએ તો શાંક્વર = શક્તિશાળી. એક પ્રકારની શાસ્ત્રોકત વિધિ વિધાન અને દંડ નો એક સમયે ખુબ મહિમા હતો.
આ ભારતીય પરંપરા અતિ પ્રાચીન છે. રાજા શંકર મહાદેવ થી લઈને ચૌલ વંશ સુધી જોવા મળી છે. તેમજ પ્રાચીન મઠમાં પણ શંકુદણડની પરંપરા , રિવાજ અતિ પ્રાચીન હોવા નું જાણવા મળે છે.
રાજા શંકરનો સમય ગાળો ઈસા પૂર્વે ૧૧ ૨૫૦.શંકર એ હિંદુ (શિવ) ના પ્રવર્તક હતા તથા ૧૧માં ઋદ્ર હતા.મઠો, આશ્રમો અને વિહારો, શૈલ્ય વિહારોનું નિર્માણ કરાવ્યું હતું. મઠોમાં મઠાધિશ બદલે ત્યારે સતાના હસ્તાંતરણ સમયે નવા મઠાધિશના હાથે શંકુલ સોંપવામાં આવતું હતું. આ દંડ શકિત નું પ્રતિક માનવા માં આવે છે. જેમાં ભારતીય પરંપરા નાં અનેક ચિન્હો જોવા મળે છે. ભારત માં લગભગ દરેક રાજ પરિવારો માં રાજ દંડની પરંપરા હતી. દરેક પરિવારો નું પોત પોતાનું ચિન્હ હતું. જેમાં સૌય નાં પ્રતિકો – તલવાર, ભાલા, સુર્ય,ચંદ્ર ઇત્યાદિ નો સમાવેશ થાય છે. સાથે સાથે હિંદુ ધર્મ નાં ચિન્હો પણ જોવા મળે છે. જેમકે સ્વસ્તિક, ૐ વગેરે. અન્ય રાજાઓ- રજવાડાંઓ કરતાં તામિલનાડુ ,કેરાલા આંધ્રામાં સેંગોલનો વ્યવસ્થિત ઈતિહાસ મળે છે. ક્દાચ એમણે આ રિવાજ ને વધુ પ્રાધાન્ય આપ્યું હોય એથી આ બાબત સૌ ની નજર પડી. આ વિધિ તામિલ ભાષાના સાહિત્ય મણિમેખલા અને શિલ્પાધિકરમ માં સેંગોલનો ઉલ્લેખ જોવા મળે
છે. આ ચિન્હ ઉપરાંત રાજવી પરિવાર નાં સદસ્યો નાં અંગો પર ખાસ ચિન્હ નું છૂંદણું કરવા માં આવતું.
નવું સંસદ ભવન બની ને તૈયાર થઈ ગયું છે.૨૮ નાં નામે ભવન નાં લોકાર્પણ કાર્યક્રમ ની વિગતો મિડિયા માં જાહેર થતાં આ દંડ નો ઈતિહાસ પણ ચર્ચાવા લાગ્યો. પણ ભારત ના નઠારા વિપક્ષો વિરોધ નાં બહાને ભારતીય સભ્યતા સંસ્કૃતિ ને પણ વિસારે પાડી દે છે. આઝાદી બાદ એક કિસ્સો મળે છે કે અંતિમ વાઈસરોય માઉન્ટબેટને નેહરુને પૂછ્યું કે ભારતની લગામ અંગ્રેજો પાસેથી ભારતને કેવી રીતે સોંપવામાં આવશે? ત્યારે ( એક્સીડેંટલ ) હિંદુ એવા જવાહર નેહરુએ ચક્રવર્તી રાજગોપાલાચારીની સમક્ષ આ પ્રશ્ન કર્યો. એ જમાના ના ખ્યાતિ પામેલા અખબાર ધ પ્રિન્ટના અહેવાલ મુજબ, રાજાજીએ કહ્યું કે દક્ષિણ ભારતના ચોલા વંશમાં જે પ્રકારે સત્તાની હસ્તાંતરણ વિધિ થતી હતી એ પ્રકારે ( રાજયાભિષેક ) અંગ્રેજો પાસેથી ભારતને સત્તા સોંપવી જોઈએ. રાજાજીએ કહ્યું કે આ પરંપરા ચોલ સામ્રાજ્યમાં અનુસરવામાં આવતી હતી.સૂચન સ્વીકારવામાં આવ્યું અને તેમને સંપૂર્ણ વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી. ઓછા સમયમાં ભારતની આઝાદીનું પ્રતિક બનાવવું એ સરળ કામ નહોતું. આથી તેઓ તિરુવાવાદુથુરઈ અધિનમ મઠના મઠાધિપતિ પાસે પહોંચ્યા. મઠાધિપતિએ રાજદંડ બનાવવાનું કામ વુમ્મીદી બંગારુ જ્વેલર્સને સોંપ્યું. આ વાતને પુષ્ટી તામિલ યુનિવર્સીટીના એસ. રાજાવેલુ આપે છે. રાજ સમય માં સત્તા હસ્તાંતરણ સમયની વિધિ માં સૌ પ્રથમ નવ નિયુક્ત રાજા ને તિલક કરવા માં આવતું.ત્યાર બાસ સિંહાસન પર આરૂઢ કરાવવા માં આવતા.મુકુટ પહેરાવ્યા પછી શપથ વિધિ થતી.જેમાં રાજા પ્રજા ની સુખાકારી માટે શપથ ગ્રહણ કરતા.શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચાર સાથે દરબારીઓ ફૂલો નો વરસાદ પણ કરતા.અને છેલ્લે રાજદંડ અર્પણ કરવામાં આવતો હતો. દંડ ની પૂજા અર્ચના કરવામાં આવતી.આ વિધિ કર્યા બાદ નવ નિયુક્તિ રાજા કોઈ પણ પ્રકારના રાજનિર્ણય લઈ શકતા હતા. સાંસ્કૃતિક સભા, રાજના ધાર્મિક પ્રસંગો, ન્યાયોચિત, રાજ સભા, પોતાના રાજના મંત્રી મંડળના કોઈ પણ પ્રસંગમાં રાજા ઉપસ્થિત થાય ત્યારે આ રાજદંડ તેની સાથે અચૂક રહેતો હતો. રાજાના અંગત મંત્રી કે સચિવ આ દંડને પૂર્ણ સન્માન સાથે ઉપાડતા હતા. રાજા ની ગેરહાજરી માં દંડ ને સાક્ષી માની ને રાજકાજ ચલાવવા માં આવતું. આવા ભવ્ય ઇતિહાસ વાળા સેંગોલ દંડ ને જવાહરલાલ નહેરુ ને તારીખ ૧૪ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ ૧૦:૪૫ વાગ્યે તામિલનાડુ એક્ટ મુજબ સોંપવા માં આવ્યો હતો. અર્થાત પાવર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જાણે – અજાણે આ ભવ્ય પરંપરા ભુલાઈ ગઈ. સેક્યુલરિઝમ ની લ્હાય માં ભારતીય રાજનીતિ એટલી આંધળી બની ગઈ કે ભવ્ય વારસો આગળ 5વધારવા ને બદલે ઇતિહાસ ગુમ કરી નાખવા માં આવ્યો. આ દંડ ને ત્યાર બાદ ઈલાહાબાદ – હવે પ્રયાગરાજ નાં એક મ્યુઝીયમ માં ઠુંસી દેવા માં આવ્યો. એક જાગૃત મહિલા એ એક મેગેઝિન માં એક લેખ વાંચ્યો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને પત્ર લખીને આ દંડ વિશે કહ્યું. આમ, આ સત્તા હસ્તાતરણ નો ઈતિહાસ સપાટી પર આવ્યો અને હવે તે ફરી થી ભારતીય રાજનીતિ માં નવા પરિપેક્ષ માં સામેલ કરવામાં આવ્યો છે. નવા બની ગયેલા સંસદ ભવન માં આ ભવ્ય ઇતિહાસ ધરાવતો સેંગોલ દંડ સ્પીકર ની સીટ પાસે રાખવા માં આવશે.
આલેખન-રમેશ ગોસ્વામી “સારથિ’
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300