કામરેજ ભાજપે 900 મહિલાઓને (ધી કેરાલા સ્ટોરી) ફિલ્મ નિઃશુલ્ક બતાવી

કામરેજ ભાજપે 900 મહિલાઓને (ધી કેરાલા સ્ટોરી) ફિલ્મ નિઃશુલ્ક બતાવી
નવાગામ કામરેજ વિધાનસભા મત વિસ્તારની બહેન દિકરીઓ માતાઓને કામરેજ ભાજપ તથા કામરેજનાં ધારાસભ્ય *પ્રફુલભાઇ પાનશેરિયા* શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષા દ્વારા તા.27મી મેં શનિવારનાં રોજ બપોરનાં 12 ક્લાકે કામરેજનાં રાજહંસ સિનેમામાં ધી કેરાલા સ્ટોરી ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું આયેાજન કરાયુ હતું. 3 સક્રીન પર 900 મહિલાઓએ ફિલ્મ જોઇ હતી.
ફિલ્મ જોવા આવેલી મહિલાઓને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે ધી કેરાલા સ્ટોરીમાં જે કહાની દર્શાવાય છે તે જોઇને હિંદુ દિકરીઓમાં જાગૃકતા આવે તેમનાં ભોળપણનો લાભ ન ઉઠાવે કોની ઉપર વિશ્વાસ કરવો
શુ કરવું વિશ્વાસનો ભંગ કરી જીવનને નર્ક ન બનાવે અને ભોળપણનો શિકાર ન બને એજ ઉદ્દેશ છે. ભારતીય સંસ્કૃતિમાં શક્તિઓનું પુજન થઇ રહ્યું છે. મહિલાઓની પવિત્રતા જળવાઇ રહે એ હેતુથી પ્રધાનમંત્રીએ 3 તલાકનો કાયદો હટાવી સન્માન આપ્યું છે.
રિપોર્ટ : હિરેન સોની, ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300