જિલ્લામાં તા.૩૦ મે સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના

જિલ્લામાં તા.૩૦ મે સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના
ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા
તકેદારીના પગલાં લેવા અનુરોધ
અમરેલી : હવામાન ખાતાની આગાહી અનુસાર આજરોજ તા.૨૯/૦૫/૨૦૨૩ થી તા. ૩૦/૦૫/૨૦૨૩ના રોજ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ આગાહીને ધ્યાને લઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારોને સલામત સ્થળે ખસેડવા. એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉન ખાતે ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત જણસીના જથ્થાને કોઈ નુકશાન ન થાય તે માટે જરુરી વ્યવસ્થા કરવા તેમજ તકેદારીના યોગ્ય પગલાં લેવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર મામલતદાર દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : પ્રતાપભાઈ વરૂ
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
અમરેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300