કચ્છ: મુન્દ્રા માં રામેશ્વર હોટેલ નું સાધુ,સંતો ની ઉપસ્થિતિ માં ખાત મુહૂર્ત થયું.

કચ્છ: મુન્દ્રા માં રામેશ્વર હોટેલ નું સાધુ,સંતો ની ઉપસ્થિતિ માં ખાત મુહૂર્ત થયું.
શ્રી દશનામ ગોસ્વામી સમાજ ના ભામાશા એવા મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ મહા મંડળ – કચ્છ પ્રદેશ ના પ્રમુખ શ્રી રમેશગીરી કરશનગીરી ગોસ્વામી ની કંપની મોમાઈ કંટ્રક્શન દ્વારા મુન્દ્રા મધ્યે ભવ્ય રામેશ્વર હોટેલ નું સાધુ,સંતો, સમાજ તથા આગેવાનો ની પાવન ઉપસ્થિતિ માં ખાત મુહૂર્ત થયું હતું. આ પ્રસંગે ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ થી મંત્રોચાર થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે પ. પૂ. મહંત શ્રી બુદ્ધગીરીજી ગુરુ શ્રી બચુ ગીરીજી ( થાનાપતિ દશનામ જુના અખાડા, જૂનાગઢ) નાં પાવન કર કમલ દ્વારા અદાણી પોર્ટ રોડ, ઝીરો પોઇન્ટ, મુન્દ્રા મધ્યે ખાત મુહૂર્ત થયું હતું. સમાજ ના ભામાશા એવા શ્રી રમેશ ગોસ્વામીજી સમાજ, વિસ્તાર તથા, ગ્રામ નાં વિકાસ માટે હમેશાં કટિબદ્ધ રહે છે. માદરે વતન ગામ માં ચબુતરો બનાવવા નો હોય કે, સમાજ માં કોઈ પણ કાર્ય, તેઓ હંમેશા અગ્રસર રહે છે.
તાજેતર માં જ શ્રી ગોસ્વામી દ્વારા અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના યુવાનો માટે ક્રિકેટ નું આયોજન કર્યું હતું.સાલસ અને સરળ સ્વભાવ ના રમેશ ભાઈ પ્રસિદ્ધિ થી દુર રહી ને ગુપ્ત રીતે સમાજ સેવા, ધર્મ સેવા માં માને છે. એમનાં દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે. શિક્ષણ, આરોગ્ય, ધર્મ, આધ્યાત્મ એમ અનેક બાબતે પ્રમુખ શ્રી સતત પ્રયત્નશીલ રહે છે.
રિપોર્ટ- રમેશ ગોસ્વામી “સારથિ”
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300