નર્મદા જિલ્લામાં “નશામુક્ત ભારત અભિયાન” હેઠળ “આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ”ની ઉજવણી

નર્મદા જિલ્લામાં “નશામુક્ત ભારત અભિયાન” હેઠળ “આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ”ની ઉજવણી
Spread the love

નર્મદા જિલ્લામાં “નશામુક્ત ભારત અભિયાન” હેઠળ “આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ”ની ઉજવણી


જિલ્લામાં વિવિધ કચેરીઓ ખાતે અધિકારીઓ-કર્મચારીઓ અને. કચેરીની મુલાકાતે આવતા નાગરિકો સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બન્યા


ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા દર વર્ષે ૨૬ જૂનના રોજ “આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ”(International Day Against Drug Abuse and Illicit Trafficking) તરીકે ઉજવવામાં આવે છે. “નશામુક્ત ભારત અભિયાન”ની ઉજવણી હેઠળ આજરોજ નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની રાહબરીમાં તેમજ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં જિલ્લા ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી પી.બી.રાણપરીયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર સહિત જિલ્લાની અન્ય કચેરીના અધિકારીઓ- કર્મચારીઓ, કચેરીઓમાં આવતા અરજદારોએ વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં નશા વિશે જાગૃતિ ફેલાવવા અંગેના સિગ્નેચર અભિયાનમાં જોડાયા હતા.

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા જિલ્લાની શાળા-કોલેજો, તમામ તાલુકા પોલીસ મથકો, એસ.ટી. બસસ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ, જિલ્લા જેલ સહિતના સ્થળોએ જરૂરી સંકલન કરી નાગરિકો અને સરકારી કર્મીઓ પાસે નર્મદા જિલ્લાને નશામુક્ત બનાવવા શપથ લેવડાવી નશાથી થતા ગેરફાયદા અંગે જરૂરી પ્રચાર-પ્રસાર કરી સિગ્નેચર કેમ્પેઈનને સફળ બનાવ્યું હતું.

 

રિપોર્ટ : વિપુલ ડાંગી,રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!