ખેડા જિલ્લા માંથી સમગ્ર દેશમાં ‘અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના’ એક પાયલોટ પ્રોજેકટ તરીકે લોન્ચ કરશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લા માંથી સમગ્ર દેશમાં ‘અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના’ એક પાયલોટ પ્રોજેકટ તરીકે લોન્ચ કરશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખેડા જિલ્લાની આગામી તા. ૦૬ જુલાઈની મુલાકાતના આગોતરા આયોજન માટે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કલેક્ટર બેઠક યોજાઈ
જિલ્લા કલેકટરશ્રીએ મુખ્યમંત્રીશ્રીના જિલ્લા ખાતેના કાર્યક્રમના આયોજન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લા માંથી સમગ્ર દેશમાં શ્રમિકો માટે ‘અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના’ એક પાયલોટ પ્રોજેકટ તરીકે લોન્ચ કરશે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ઇપકોવાલા હોલ, નડિયાદ ખાતે તા. ૦૬/૦૭/૨૦૨૩ના રોજ ૧૦ થી ૧૧ દરમિયાન યોજવામાં આવશે. જેના અનુસંધાને આગોતરા આયોજન માટે કલેકટર શ્રી કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ મુખ્યમંત્રીશ્રીના જિલ્લા ખાતેના કાર્યક્રમના આયોજન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેકટર શ્રી કે. એલ. બચાણી દ્વારા ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીનાં કાર્યક્રમનાં સંદર્ભમાં ટ્રાન્સપોર્ટ, રૂટમેપ ,વીજળી, સુરક્ષા, બેઠક વ્યવસ્થા, સફાઈ, સ્થળ વ્યવસ્થાપન, હોર્ડિંગ્સ, પાર્કિંગ, રોકાણ, આરોગ્ય અને સંભવિત વરસાદને લઈ આગામી આયોજન માટે સંબધિત અઘિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શક સૂચનો પૂરા પાડવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અધિક નિવાસી કલેકટરશ્રી, નડિયાદ નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી, મુખ્ય કાર્યપાલક ઇજનેરશ્રી, નડિયાદ પ્રાંત અધિકારીશ્રી, નડિયાદ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નડિયાદ પોસ્ટ વિભાગના હેડ, ઇન્ડિયન પોસ્ટલ બેંકના સર્કલ હેડ, એમ.જી.વી.સી.એલ સહિત સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300