પાટણ જિલ્લામાં વિવિધ સ્થળેથી બિયારણના 287, દવાના 38 અને ખાતરનાં 95 સેમ્પલો લેવાયાં

પાટણ જિલ્લામાં વિવિધ સ્થળેથી બિયારણના 287, દવાના 38 અને ખાતરનાં 95 સેમ્પલો લેવાયાં
Spread the love

પાટણ જિલ્લામાં વિવિધ સ્થળેથી બિયારણના 287, દવાના 38 અને ખાતરનાં 95 સેમ્પલો લેવાયાં

પાટણ: ચોમાસુ વાવેતર પહેલાં કૃષિ વિભાગ દ્વારા દુકાનોમાં ઓચિંતી તપાસ કરાઈ

સમી સાંતલપુર અને શંખેશ્વરમાં બિયારણના વેચાણ કરનાર ડીલરો મર્યાદિત હોય ઓછા સેમ્પલ લેવાયા

પાટણ જિલ્લામાં ખેડૂતો દ્વારા ખેત પેદાશમાં વપરાશ કરતા બિયારણ, ખાતર અને દવાની ચકાસણી માટે નાયબ ખેતી વિસ્તરણ વિભાગ દ્વારા જિલ્લામાંથી વિવિધ ડીલરોના સ્થળો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી 287 બિયારણના, 38 દવાના અને 95 ખાતરના સેમ્પલ લઈને તપાસ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.જિલ્લામાં વાવેતર થતા બીટી કપાસ, બાજરી, જુવાર, મગ, અડદ, તલ, દિવેલા જેવા ખરીફ પાકોમાં ખેડૂતો દ્વારા વપરાશ કરવામાં આવતી જંતુનાશક દવા, ખાતર અને બિયારણ બજારોમાં ગુણવત્તાયુક્ત વેચાણ થઈ રહ્યું છે કે કેમ તેની ચકાસણી માટે દર વર્ષે સિઝન પૂર્વે ખેતી વિસ્તરણ વિભાગ દ્વારા સેમ્પલો લઈ ચકાસણી માટે મોકલવામાં આવતા હોય છે.

ચાલુ સાલે પણ નાયબ ખેતી વિસ્તરણ વિભાગ દ્વારા જિલ્લામાં ત્રણેય વસ્તુઓના નમુના રૂપ સેમ્પલો વિવિધ સ્થળો ઉપરથી કલેક્ટ કરવામાં આવ્યા છે. સૌથી વધુ બિયારણના 287 સેમ્પલ, જંતુનાશક દવાના 38 સેમ્પલ તેમજ ખાતરના 95 સેમ્પલ લેવામાં આવ્યા છે. બિયારણના સૌથી વધુ 56 સેમ્પલ સિદ્ધપુર તાલુકામાંથી લેવામાં આવ્યા છે. સમી સાંતલપુર અને શંખેશ્વરમાં બિયારણના વેચાણ કરનાર ડીલરો મર્યાદિત હોય ઓછા સેમ્પલ લીધા છે. તમામ સેમ્પલોનો રિપોર્ટ એક મહિનામાં આવશે ત્યારબાદ તેની ગુણવત્તા અંગે જાણી શકાશે. તેવું નાયબ ખેતી વિસ્તરણ વિભાગ અધિકારી એ.આર.ગ્રામીએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં લેવાયલા બિયારણના સેમ્પલ

પાટણ જિલ્લા માં બિયારણ નાં સેમ્પલ નાં પાટણ:37,ચાણસ્મા:40,સરસ્વતી:38,સિદ્ધપુર:56,રાધનપુર:40હારિજ: 46,સાંતલપુર: 13,શંખેશ્વર : 05, સમી :12

એમ મળીને કુલ 287 જિલ્લામાં બિયારણના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230702-WA0057-1.jpg IMG-20230702-WA0056-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!