સંગીત નો પ્રાણ ભેદી રહસ્યો વચ્ચે નિષ્પ્રાણ.

સંગીત નો પ્રાણ ભેદી રહસ્યો વચ્ચે નિષ્પ્રાણ.
Spread the love

25 જુન 2009 લોસ એંજલ્સ માટે એક સામાન્ય નોર્મલ દિવસ હતો.બપોરે લગભગ 2 વાગેને 26 મિનિટે ટી. વી પર સમાચાર આવ્યા કે કિંગ ઓફ પોપ માઇકલ જેક્સન હવે આ દુનિયામાં રહ્યા નથી.સમાચાર આવતા જ સન્નાટો છવાઈ ગયો.અમુક લોકો સાચે જ બેભાન થઈને રસ્તા પર પડી ગયા અચાનક આખુ વાતાવરણ શોકમય બની ગયું.થોડી જ મિનિટમાં ગુગલ ટ્વીટર વિકપીડિયા ક્રેશ થઈ ગયા તેનું કારણ એ હતું ઘણા લોકો એ સર્ચ મારતા હતા કે માઇકલ ખરેખર મુત્યુ પામ્યો છે.દુનિયાભરમાં લોકો એ જાણવા માંગતા હતા કે 150 વરસ જીવવાની ઈચ્છા રાખનાર માઇકલ અચાનક માત્ર 50 વરસની ઉંમરે કેમ મુત્યુ પામ્યો? કેવી રીતે મુત્યુ પામ્યો? શું આ સાચી વાત છે?
માઇકલનું મુત્યુ 25 મી જુન 2009 ના દિવસે બપોરે જ થઈ ગયું હતું.તેનું મુત્યુ પ્રોપોફોલ અને બેંજોડાયપાઇન જેવી હેવી દવાઓના ઓવરડોઝને કારણે આવેલા હાર્ટએટેકના કારણે થયું હતું.માઇકલ 150 વરસ જીવવા માંગતો હતો. એને માટે માઈકલે ઘરમાં જ 12 ડોક્ટરોની એક ટીમ તૈયાર રાખી હતી.જે માઇકલને દવા અને યોગ્ય ડાઇટવાલુ ભોજન આપતાં હતા તમને જાણીને નવાઈ લાગશે જે માઇકલ જે ભોજન લેવાનો હોય એનું પહેલા લેબોરેટરીમાં ટેસ્ટિંગ થતું હતું.અને પછી જ માઇકલ ખોરાક ગ્રહણ કરતો હતો
જે વખતે માઇકલનું મુત્યુ થયું એ વખતે પણ માઇકલના પર્સનલ ડોક્ટર કોનરાડ મુરે તેની સાથે હોલબી હિલ્સ લોસ એંજ્લસમાં હતા.માઇકલને ઊંઘ ના આવતી હોવાને કારણે તેને અનેક ડ્રગ્સ ડોઝ આપવામાં આવ્યા હતા જેથી માઇકલ જલ્દી સુઈ શકે થોડી વાર પછી ડોક્ટરે જોયું તો માઇકલ એની રૂમમાં બેભાન થઈને પડ્યો હતો તેને તરત જ સી. પી. આર. આપવામાં આવ્યું.તો પણ કોઈ રિસ્પોન્સ ના મળતા ડોક્ટરે મેડિકલ હેલ્પ માંગવા ઘરમાં લેન્ડલાઈન ફોન અને મોબાઈલ ફોન શોધ્યા પણ સિક્યુરિટીને કારણે બધા ફોન બંધ હતા એટલે ડોક્ટર તરત જ ઘરની બહાર દોડ્યા. અને ગાર્ડને 91152 પર ફોન કરવાનું કહ્યું મેડિકલ હેલ્પલાઈન નંબર 911 52 પર બરાબર 12 વાગેને 22 મિનિટે ફોન કરવામાં આવ્યો હતો ફક્ત 3 જ મિનિટમાં ડોક્ટરો સહિત એમ્બયુલનસ પહોંચી ગઈ હતી ડોક્ટરો પહોંચ્યા તે વખતે માઈકલે શ્વાશ લેવાનું બંધ કરી દીધું હતું તરત જ સી. પી આર આપવામાં આવ્યું પણ કોઈ ફાયદો થયો નહી માઇકલને તરત જ રોનાલ્ડ રેગન મેડિકલ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો આશરે બે કલાકની લાગલગાટ કોશિશ પછી બપોરે 2 વાગે ને 26 મિનિટે માઇકલનું અવસાન થયું છે એમ જાહેર કરવામાં આવ્યું માઇકલનું મુત્યુ થયું એના ગમમા 13 જણાએ આત્મહત્યા કરી લીધી શંકાસ્પદ સંજોગોમાં માઈકલનું મુત્યુ થયું હોવાથી માઇકલના મુત્યુના કારણોની તપાસ કરતા ડોક્ટરોને મહિનાઓ લાગી ગયા હતા પોસ્ટમોટમ માટે માઇકલના મગજની તપાસ કરવામાં આવી ઘરવાલા માઇકલની અંતિમક્રિયા કરવા માંગતા હતા પણ મહિના સુધી તેમને શબ આપવામાં આવ્યું નહોતું. માઇકલના મુત્યુના 39 દિવસ પછી ત્રીજી ડિસેમ્બર 2009 ના દિવસે માઇકલને દફનવવાની વિધિ પાર પાડવામાં આવી તેમાં હાજર રહેવાની માત્ર 200 વ્યક્તિઓને રજા આપવામાં આવી હતી માઇકલના મૃતદેહને સોનાની પેટીમાં રાખીને દફન કરવામાં આવી હતી માઇકલના મેકઅપ આર્ટિસ્ટે માઈકલને ખાસ તૈયાર કર્યો હતો.માઇકલ દરેક પર્ફોમન્સ વખતે જે રીતે તૈયાર થતો એ રીતે તૈયાર કરીને માઇકલને દફનવવામાં આવ્યો હતો માઇકલના મુત્યુના 8 મહિના પછી 8 મી ફેબ્રુઆરી 2010ના દિવસે માઇકલના પર્સનલ ટીમના અંદરના ડોક્ટર કોનરાડ મુરેને માઇકલની હત્યાં માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!