રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈની રાજ્યપાલ શ્રી સાથે શિષ્ટાચાર મુલાકાત

રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈની રાજ્યપાલ શ્રી સાથે શિષ્ટાચાર મુલાકાત
Spread the love

રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત

રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈએ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી બાબુભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા અને ‘પરોપકારાય સતામ્ વિભૂતય:’ નો ઉલ્લેખ કરીને કહ્યું કે, સત્પુરુષોનું જીવન પરોપકાર માટે જ હોય છે. તેમણે ખેડૂતો, ધરતી માતા, ગાય માતા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સૌના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવામાં સક્રિયતા કેળવવા અનુરોધ કર્યો હતો.

શ્રી બાબુભાઈ દેસાઈએ પણ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટેની ઝુંબેશમાં સક્રિયતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!