પાટણની શાકુંતલ ગ્રીનસિટીને વધુ ગ્રીન બનાવવા નવીન કારોબારી દ્વારા વૃક્ષારોપણ

બાળકોએ વૃક્ષારોપણ કરીને ઉછેરની જવાબદારી લીધી..
વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબ જ અનિવાર્ય બની ગયું છે.વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે.
વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે.જે ઉદ્દેશ્ય સાથે
પાટણ ખાતે આવેલું શાકુંતલ ગ્રીન સીટી સોસાયટીમાં નવીન કારોબારી દ્વારા સોસાયટીને વધુ ગ્રીન કરવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેશની યુવા પેઢી એટલે યુવાનો અને તેમના હસ્તે જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને તેના માવજતની પણ જવાબદારી સહજતાથી તે સૌ એ સ્વીકારી લીધી.
આ પ્રસંગે સોસાયટીમાં પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ સોઢા,મંત્રીશ્રી અશોકભાઈ કટારીયા,નરસિંહભાઈ નાડોદા,પરાગભાઈ ચૌધરી, ડૉ.નિકુલભાઈ નાયક,ભલાભાઈ વઢેર, દિગ્વિજયસિંહ સોલંકી, જ્યોતીન્દ્રભાઈ બારોટ,કિરીટભાઈ પટેલ,નીતિનભાઈ પટેલ, બ્રિજેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા રાહુલભાઇ અને ભરતભાઈ વાલ્મિકીએ ભારે જહેમત ઊઠાવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300