ધર્મ પર પ્રહાર સહન કરવા માં નહીં આવે.:-શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ આક્રોશિત.

ધર્મ પર પ્રહાર સહન કરવા માં નહીં આવે.:-શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ આક્રોશિત.
તાજેતર માં સાળંગપૂર માં ભગવાન શ્રી હનુમાનજી ને સ્વામી નારાયણ સંપ્રદાય ના વડા નાં ચિત્ર આગળ ઝૂકેલા બતાવેલા છે એ ફોટાઓ વાયરલ થતાં સમગ્ર ગુજરાત માં ઉહાપોહ મચી જવા પામ્યો હતો. હનુમાનજી પ્રણામ કરે એ માની શકાય પણ અત્રે ભાવાર્થ જુદો હોવા નું ઉડી ને આંખે વળગતું હતું.આ મામલો પ્રકાશ માં આવતાં હિંદુઓ ની લાગણી દુભાઇ હતી તથા સમગ્ર ગુજરાત માં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. એ સાથે સ્વામી નારાયણ સંપ્રદાય ના સંતો દ્વારા અગાઉ કરવા માં આવેલાં વિવાદિત પ્રવચ્નો નાં વિડિયો પણ વાયરલ થયા હતા. જેમાં અલગ અલગ સ્વામીઓ દેવી દેવતાઓ પર કટાક્ષ, અભદ્ર ટિપ્પણીઓ કરતા જોવા મળે છે. અગાઉ પણ આવા અનેક કથનો કરવા માં આવેલ હતાં. આ બાબતે હિંદુઓ નું ધ્યાન જતાં આક્રોશ જોવા મળ્યો હતો. શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ માં પણ આ બાબતે આક્રોશ જોવા મળ્યો હતો. શ્રી ભારતીય સંત સમિતિ દ્વારા બેઠક મળી હતી, જેમાં અનેક મોટા નિર્ણયો લેવાયા હતા.સ્વામી
નારાયણ સ્વામીઓ નો બહિષ્કાર, બે દિવસ માં ભીંત ચિત્રો ઉતારી લેવાં, સહિત નાં ઠરાવ કરવામાં આવ્યો હતો. ગુજરાત ના તમામ સંતો પ્રખરતા થી આગળ આવ્યા હતા. અનેક મંડળો, સમાજો એ વિરોધ નોંધાવ્યો હતો. ગોસ્વામી સમાજ દ્વારા પણ આ બાબતે સમાજો માં વર્ગ વિગ્રહ ન પેદા કરવા ની અપીલ કરી હતી. શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ
શ્રી અમૃતગીરી પ્રેમગીરી ગોસ્વામી, મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ ના કચ્છ પ્રદેશ નાં પ્રમુખ શ્રી રમેશગીરી કરશનગીરી ગોસ્વામી, અખિલ કચ્છ દશનામ સમાજ મહિલા મંડળ નાં પ્રમુખ શ્રી દક્ષાબેન હિતેશપુરી ગોસ્વામી, મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ ના યુવક મંડળ ના પ્રમુખ દેવેન્દ્રગીરી રેવાગીરી ગોસ્વામી , મહા ગુજરાત દશનામ મહા મંડળ ના યુવા પ્રમુખ, આશિષ ગોસ્વામી, મહા મંત્રી જયેશગીરી ગોસ્વામી, મહા ગુજરાત દશનામ મહા મંડળ મહિલા પ્રમુખ મીનાબેન ગોસ્વામી, સમાજ શ્રેષ્ઠી મનોજપુરી, કિશનગીરી, મહામંત્રી ત્રંબકપુરી, મહામંત્રી શ્યામેશ પુરી,જીતુગીરી સહિત સમસ્ત ગોસ્વામી સમાજ દ્વારા આ મામલા ને વખોડી કાઢવા માં આવ્યો હતો તથા આ બાબતે ઘટતું કરવા ની માંગ કરવા માં આવી હતી.પ્રમુખ શ્રી અમૃતગીરી બાપુ એ જણાવ્યું હતું કે સનાતન ધર્મ કોઈ નું અપમાન કરતો નથી. દરેક પંથ નો આવકાર હોય છે, પણ સનાતન ધર્મ ને નીચા દેખાડવા માટે થઈ ને આવાં કૃત્યો થાય એ અસહનિય છે. આ બાબતે દરેકે સંયમ રાખી ને યોગ્ય કરવા અપીલ કરી હતી. ધર્મ પર થઈ રહેલા સતત પ્રહારો ક્યાં સુધી સહન કરવા માં આવે એવું જણાવ્યું હતું.
રિપોર્ટ- રમેશ ગોસ્વામી “સારથિ”
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300