ચીને બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાંથી ભારતની હાજરીવાળા બીસીઆઇએમ કોરિડોર હટાવ્યો

ચીને પોતાના મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનીશિએટિવ (BRI) પ્રોજેક્ટમાંથી બાંગ્લાદેશ, ચીન, ભારત, મ્યાનમાર (બીસીઆઇએમ) ઇકોનોમિક કોરિડોરને હટાવી દીધું છે. ચીને રવિવારે બીઆરઆઇ પ્રોજેક્ટની નવી યાદી જાહેર કરી છે. શનિવારે પૂર્ણ થયેલા બેલ્ટ એન્ડ રોડ ફોરમ (BRI)માં 37 પ્રેસિડન્ટ સામેલ થયા છે. જેમાં 64 બિલિયન ડોલર (અંદાજિત 4 લાખ કરોડ રૂપિયા)ની ડીલ થઇ. સાથે જ કહેવામાં આવ્યું કે, બીઆરઆઇ કોઇ પણ દેશની સંપ્રભૂતાનું સન્માન કરશે. પ્રથમ બીઆરએફ 2017માં થયું હતું. જેમાં ભારતે એવું કહીને ભાગ નથી લીધો કે, ચીન-પાક ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) ભારતની સંપ્રભૂતાનું ઉલ્લંઘન કરે છે. સીપીઇસી, પાકના કબ્જાવાળા કાશ્મીર (PoK)માંથી પસાર થશે.
નવી યાદીમાં સાઉથ એશિયાના અનેક કોરિડોરના નામ
1.બીઆરએફના અંતમાં સંયુક્ત નિવેદન જાહેર કરીને કનેક્ટિવિટી માટે અનેક કોરિડોરના નામ જાહેર કર્યા. સાઉથ એશિયન ક્ષેત્રમાં સીપીઇસી, નેપાળ-ચીન ટ્રાન્સહિમાલયન મલ્ટિ ડાયમેન્શનલ કનેક્ટિવિટી નેટવર્ક, નેપાળ-ચીન ક્રોસ બોર્ડર રેલવે અને ચીન-મ્યાનમાર ઇકોનોમિક કોરિડોર (સીએમઇસી) સામેલ છે. 2013માં બીઆરઆઇ લૉન્ચ કરવામાં આવ્યું હતું, તે સમયે બીસીઆઇએમ ઇકોનોમિક કોરિડોરનો હિસ્સો હતું. હવે બીઆરઆઇની નવી લિસ્ટમાં 35 કોરિડોર સામેલ છે, પરંતુ બીસીઆઇએમ બહાર છે.
2800 કિમી બીસીઆઇએમ કોરિડોર પ્રસ્તાવિત
2.બીસીઆઇએમ ઇકોનોમિક કોરિડોર 2800 કિમી સુધી પ્રસ્તાવિત હતો. તેને ચીનના યુન્નાન પ્રાંતના કુનમિંગથી કોલકત્તા સુધી બનાવવાનો હતો. આ કોરિડોર મ્યાનમારના માંડલે અને બાંગ્લાદેશની રાજધાની ઢાકામાંથી પસાર થતો હતો. 1700 કિમી લાંબો ચીન-મ્યાનમાર ઇકોનોમિક કોરિડોર ચીનને હિન્દ મહાસાગર સુધી પહોંચવામાં વધુ એક એકમ સાબિત થયો હતો. જે ચીનના યુન્નાનથી માંડલેમાં ખતમ થશે. આ પ્રકારે નેપાળ-ચીન ટ્રાન્સ-હિમાલયન કનેક્ટિવિટી નેટવર્ક ચીના ચેંગડૂથી શરૂ થઇને તિબ્બેટને જોડતા નેપાળમાં ખતમ થશે.
Source: Divya Bhaskar