ભારતીયો માટે જોબ ચેન્જ વધુ મુશ્કેલ, પ્રયત્નો કરનાર પર અમેરિકામાં 10 વર્ષ સુધી પ્રવેશ પ્રતિબંધ

ભારતીયો માટે જોબ ચેન્જ વધુ મુશ્કેલ, પ્રયત્નો કરનાર પર અમેરિકામાં 10 વર્ષ સુધી પ્રવેશ પ્રતિબંધ
Spread the love

H-1B વિઝાધારકોને નોકરી બદલવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો નવી નોકરી પણ પહેલાં જેવી છે અને તેમાં અગાઉની નોકરીવાળા જ પ્રોફેશનલ્સ જોઇએ છે તેમ છતાં અલગ અલગ કારણોથી એપ્લિકેશન્સ રદ કરવામાં આવી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) આવેદનોને રદ કરવાનો આધાર સામાન્ય રીતે વ્યાવસાયીકરણ નહીં હોવાનું જણાવી રહ્યું છે. સૌથી મોટો પડકાર એ છે કે, જે લોકોની એપ્લિકેશન રદ થઇ રહી છે, તેઓને આઉટ ઓફ સ્ટેટ્સ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. જેનો અર્થ અમેરિકામાં તેમના પ્રવેશ પર ત્રણથી 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ઉષા સાગરવાલા એચ1-બી વિઝા પર 2012થી અમેરિકામાં રહે છે. જ્યારે તેઓએ 2018માં નોકરી બદલવાની અરજી કરી તો યુએસસીઆઇએસએ કંપની બદલવાની અરજી એવું કહીને ફગાવી દીધી કે આ સ્પેશિયાલિટી ઓક્યૂપેશન નથી. હાલમાં જ તેઓએ નવી નોકરી માટે એચ1-બી આપવાના ઇન્કારના વિરોધમાં કોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ અહીં તેઓને નિરાશા હાથ લાગી.

અમેરિકન ફેડરલ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, ઉષા કોર્ટને એ જણાવવામાં અસફળ રહી કે, એચ1-બી રદ થયા બાદ તેઓને શું આર્થિક નુકસાન થયું, તેથી તેઓ આ મામલે હસ્તક્ષેપ ના કરી શકે.

ફેડરલ કોર્ટે 16 એપ્રિલના પોતાના નિર્ણયમાં કહ્યું કે, સાગરવાલાએ જે એકમાત્ર પુરાવો રજૂ કર્યો, તેમાં મોટાંભાગે એ વાત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો કે, તેઓને ભારત પરત ફરવા મજબૂર કરવાની શું અસર થશે.

Avatar

Admin

Right Click Disabled!