સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ હોદેદારો ની નિમણુંક

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ હોદેદારો ની નિમણુંક
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખતરીકે જીજ્ઞાબેન પંડ્યાની નિમણુંક થઇ ત્યારે સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ અને સાથી હોદેદારશ્રીઓ ઉપપ્રમુખ પંકજભાઈ પરમાર, કારોબારી ચેરમેનશ્રી જીતેન્દ્રસિંહજી ચાવડા, શાશક પક્ષનેતાશ્રી રાજુભાઈ દોશી(કાચવાળા) નો ભવ્ય સન્માન સમારોહ ગુજરાત વિધાનસભા ના મુખ્ય નાયબ દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો, આં ભવ્ય સન્માન સમરોહ મા સંયુક્ત નગરપાલિકા ના તત્કાલીન પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, જીલ્લા ભાજપ મહામંત્રી ધીરુભાઈ સિંધવ ઉપસ્થિતિ રહ્યા હતા અને આં સન્માન સમારોહમા દુધરેજ વડવાળા ધામ ના મહંત પૂજ્ય મુકુંદદાસ કોઠારી બાપુએ નવનિયુક્ત પ્રમુખ અને ટીમને આશીર્વાદ આપ્યા હતા, તેમજ આપણા ધારાસભ્યએ જીજ્ઞાબેન પંડ્યાને અભિનંદન પાઠવીને નગરપાલિકા અને ધારાસભ્ય સાથે મળી સંકલન કરી સુરેન્દ્રનગર શહેરને એક ઉત્તમ શહેર બનાવવા માટે બધાજ પ્રયત્નો કરશે અને સર્વેનો સહકાર લઈને કાર્ય કરીશું
આં સન્માન સમારોહમા કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરા સાહેબ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી અને ભાજપ જીલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહજી ચૌહાણ વગેરેએ નવનિયુક્ત પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા અને ટીમને એમના સંદેશ રૂપે અભિનંદન પાઠવ્યા હતા તેમજ શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટરશ્રી પી. સી. શાહ, ડો પ્રફુલ વ્યાસ, ડો સુમન પુજારા, ડો સિધેશ વોરા, ડો રુદ્રસિંહ ઝાલા, શહેરના પ્રતિષ્ઠિત સામાજીક, ઉદ્યોગિક, વ્યાપારી અને બિલ્ડર આગેવાનશ્રીઓ અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમકે ઝાલાવાડ ફેડરેસન, રોટરી કલ્બ, રોટરી ઇનરવેલ, લાયન્સ કલ્બ, સોના-ચાંદી એસોસિયેશન, લીંબડી ઝોનલ ZFTI ટીમ, વકીલ મંડળ, સંગીત સાહિત્ય સમૂહ તેમજ ઇન્જિનિયર ઉપરાંત અગ્ર્ય સમાજ દ્વારા નવનિયુક્ત પ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડ્યા અને ટીમનું સન્માન કરાયું,
રિપોર્ટ જાડેજા દિપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300