અંબાજી પત્નીએ પતિ ઉપર કોર્ટમાં કરેલા કેસ મા મહત્વ હુકમ…

અંબાજી પત્નીએ પતિ ઉપર કોર્ટમાં કરેલા કેસ મા મહત્વ હુકમ…
અંબાજીના નામચીન વકીલ વિકાસ અગ્રવાલની ધારદાર દલીલ ના પગલે પત્નીના તમામ આરોપો કોર્ટે ફગાવ્યા…
નાની બાળકીના ભવિષ્ય માટે કોર્ટ દ્વારા માસિક 2000 ચૂકવવા આદેશ કરાયો
ભારત દેશમાં લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને આ દેશમાં લોકોના લગ્નજીવન બાદના ઘણા બનાવો સામે આવતા હોય છે. હાલમાં જોવા મળી રહ્યું છે તે મુજબ કેટલીક મહિલાઓ દ્વારા લગ્નજીવન બાદ પોતાના પતિને ખોટી રીતે બદનામ કરવા અને રૂપિયા પડાવવા માટે કોર્ટમાં અને પોલીસમાં કેસ કરવામાં આવતા હોય છે,પરંતુ જ્યારે કોર્ટ ન્યાય કરે છે ત્યારે સંપૂર્ણ સત્ય લોકો સમક્ષ અને સમાજ સમક્ષ આવી જાય છે. દેશની મોટી મોટી અદાલતોમાં હાલમાં ઘરેલુ હિંસાના અને લગ્નજીવન બાદના કેસોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ છે બંને વચ્ચેની વિસંગતતા… બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. અંબાજી ખાતે રહેતા અમિતકુમાર.વી.પટેલ ના લગ્ન 2017 માં વિસનગર ખાતે થયા હતા અને આ લગ્ન જીવનના છ મહિના બાદ લગ્નજીવનમાં કોઈ કારણસર ખોટો કેસ કરી
અમિતકુમાર પટેલ ના પત્ની દ્વારા સાસુ સસરા અને પતિ ઉપર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલો પોલીસ અને કોર્ટમાં પહોંચ્યો હતો.
અંબાજી અને દાંતા તાલુકાના નામચીન વકીલ વિકાસભાઈ જગદીશભાઈ અગ્રવાલ દ્વારા ધારદાર અપીલ દાંતા કોર્ટમાં કેસ સંદર્ભે કરવામાં આવી હતી અમિતકુમાર પત્ની દ્વારા જે આરોપો પોલીસમાં લગાવવામાં આવ્યા હતા તે કેસ દાંતાની કોર્ટમાં ચાલી જતા પત્નીના તમામ આરોપો ના મંજૂર કરવામાં આવ્યા હતા અને દીકરીના ઉજ્જવળ ભવિષ્ય અને જ્યાં સુધી તેના લગ્ન ન થાય ત્યાં સુધી દર મહિને 2000 રૂપિયા ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આમ સત્યનો વિજય થયો હતો અને જે મહિલાઓ ખોટા ખોટા કેસ કરીને સારા અને સન્માનીય અમિતકુમાર પટેલ ઓને બદનામ કરે છે, તેમના પરિવાર ને બદનામ કરે છે અનેકવાર ખોટી ખોટી ફરિયાદ પણ કરવામાં આવી હતી તેમના માટે આ ચુકાદો તમાચા સમાન છે
દાંતા તાલુકાના ની કૉર્ટમાં જજ ગવિત સુધીરસિહ પવાર સાહેબ ની કૉર્ટમાં આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે જે એક સમાજ માં દાખલ બેસે જે અનેક સમાજ માં ખોટી ખોટી ફરિયાદ કરી ને સમાજ ના લોકો હેરાન કરે છે
રિપોર્ટ..અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300