જૂનાગઢ જિલ્લામાં બ્રેથ એનાલાઈઝર અને ડ્રગ્સ ટેસ્ટીંગ કીટ સાથે “મેગા સર્ચ ઓપરેશન”

આગામી ૩૧ ડીસેમ્બર અનુસંધાને બ્રેથ એનાલાઈઝર અને ડ્રગ્સ ટેસ્ટીંગ કીટ સાથે જૂનાગઢ જિલ્લામાં પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ, હોટલ, ધાબા, રિસોર્ટ, ફાર્મ હાઉસ ચેકીંગ અને અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓનું “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવ દરમિયાન બે હુક્કાબાર સહિત ૩૦૦ થી વધુ ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી
આગામી ૩૧ ડીસેમ્બર અનુસંધાને જુનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી મજબુત બનાવવા તથા “મારૂ જુનાગઢ, નશા મુક્ત જુનાગઢ” અભિયાન હેઠળ જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાંક પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ, હોટલ, ધાબા, રિસોર્ટ, ફાર્મ હાઉસ અને એવી જગ્યાઓ કે જયાં શંકાસ્પદ ઇસમો/ અસામાજિક તત્વો અને ગુનેગારોની બેઠક થતી હોય અને આવી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તીઓ મહદઅંશે થતી હોવાથી તેમજ ગુનેગારોની ગુનો કરવાની મોડેસ ઓપેરન્ડીમાં ગુનાઓનું ષડયંત્ર આવી જગ્યાઓ રચાયેલાનું જણાઇ આવતા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના અન્વયે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ, હોટલ, ધાબા, રિસોર્ટ, ફાર્મ હાઉસ અને અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓનું “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવની કામગીરી તા.૩૦/૧૨/૨૦૨૩ ક.૧૯.૦૦ થી ક.૨૩.૦૦ સુધી કરાવવામાં આવી હતી.
જૂનાગઢ શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં ગુનાખોરી તથા અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો વિરૂધ્ધ કડકાઇ અને મક્કમાતાથી કાર્યવાહી કરવા સારૂ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓ ઉપર “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ.
જે અન્વયે જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાંક પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ, હોટલ, ધાબા, રિસોર્ટ, ફાર્મ હાઉસ અને એવી જગ્યાઓ કે જયાં શંકાસ્પદ ઇસમો/ અસામાજિક તત્વો અને ગુનેગારોની બેઠક થતી હોય અને આવી જગ્યાઓ ઉપર જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા, કેશોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠકકર નાઓ તથા માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર નાઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પો.સ્ટે.નાં થાણા અધિકારીશ્રીઓ દ્વારા તથા એસ.ઓ.જી. શાખા તથા એલ.સી.બી. શાખા દ્વારા અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓ ઉપર “મેગા સર્ચ ઓપરેશન” દરમિયાન અલગ અલગ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી બ્રેથ એનેલાઇઝર તથા ડ્રગ્સ ટેસ્ટીંગ કીટ તથા પોકેટકોપ મોબાઇલ અને બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ, હોટલ, ધાબા, રિસોર્ટ, ફાર્મ હાઉસ ચેકીંગ અને અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓનું “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવની કામગીરી હાથ ધરવામાં આવેલ અને નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
“મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવ દરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કુલ ૩૦૧ ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ
આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન નિર્દોષ અને સામાન્ય માણસોને પરેશાની ન થાય તેની તકેદારી અને પાનના ગલ્લા, ચાની કીટલી, ઇંડાની લારીનો વ્યવસાય કરનાર સારા લોકોને ગેરવ્યાજબી કનડગત ન થાય તથા નિર્દોષ યુવક-યુવતીઓ વિરૂધ્ધ ગેર વ્યાજબી કાર્યવાહી ન થાય તે અંગે વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે.
માત્ર શંકાસ્પદ ઇસમો, અસામાજિક તત્વો અને ગુનેગારો તથા કાયદાનું ઉલ્લંધન કરનાર વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ કટીબધ્ધ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300