સારસા થી અંબાજી માના ધામે પગપાળા સંઘ ચાલ્યો

સારસા થી અંબાજી માના ધામે પગપાળા સંઘ ચાલ્યો
૧ જાન્યુઆરી ૨૦૨૪ સોમવારના રોજ પ્રમુખશ્રી સુરેશભાઈ રાવજીભાઈ પટેલ ના સાનિધ્યમાં 175 ભક્તો અંબાજી જવા નીકળ્યા. સૌથી પહેલા 8.00વાગ્યે ખંભોળજ ગોકુલધામ સોસાયટીમાં સંઘ આવ્યો. તમામ સભ્યશ્રી દ્વારા આરતી ઉતારવામાં આવી પ્રસાદ ગ્રહણ કર્યો શ્રી બાબુભાઈ રામદાસ ભાઈ ધોબીના (રામકૃપા મંડપ વાળા) ના ઘરે પ્રેમ ભર્યો આવકાર આપવામાં આવ્યો. તેઓ શ્રી તરફથી સંઘના તમામ સભ્યો શ્રી તથા સોસાયટીના રહીશોને ગરમાગરમ ભજીયા / ચા નાસ્તો કરાવવામાં આવ્યો. નાસ્તાની મજા માણ્યા પછી. આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી દસ વાગ્યે દરેક ઘરે રથની ફેરવવામાં આવ્યો. 10.30 વાગ્યે ભક્તિભાવ દ્વારા સંઘ ને વિદાય આપવામાં આવી. બપોરનું જમણ દાદુરામ મંદિર ઉમરેઠ ખાતે લેવામાં આવ્યું. પછી સંઘ આગળ ચાલ્યો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300