જૂનાગઢઃ માંગરોળ તાલુકાના રહીજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

જૂનાગઢઃ માંગરોળ તાલુકાના રહીજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
જુનાગઢ : જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તાલુકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય સહિતના મહાનુભાવના હસ્તે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નો સંદેશો સાંભળી વિકસિત ભારતના સંકલ્પમાં કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વિવિધ યોજનાઓની જાણકારી ગ્રામજનોએ મેળવી પ્લાસ્ટિક અને કચરા મુક્ત ગામ, પ્રાકૃતિક ખેતી તેમજ ડ્રોનથી યુરિયા છંટકાવ ની માહિતી મેળવી તેના ફાયદાઓ જાણ્યા હતા. ગામની બાળાઓએ કુમકુમ તિલકથી રથનું અને આગેવાનોનું સ્વાગત કર્યું હતું અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન કરતું ગીત ઉપરાંત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300