ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ત્રીજું મહાસંમેલન

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ત્રીજું મહાસંમેલન
Spread the love
  • ભાજપ સરકારે ગુજરાતમાં 21 લાખ બહેનોને પેન્શનની આપેલી ભેટ બદલ આભાર પ્રસ્તાવ રજૂ કરાયો
  • ભાજપ સરકારે આશીર્વાદ રૂપ નિર્ણય લઈ વિધવા બહેનોના આંસુ લૂછયા કહ્યું ખુમાનસિંહ વાસીયાએ
  • વિધવા બહેનો રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ મેળવે તેવા જિલ્લા ભાજપના પ્રયાસો : મારૂતિસિંહ અટોદરિયા

ભરૂચ અને નર્મદા હિતવર્ધક સમિતિ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ત્રીજું વિરાટ સંમેલન યોજાયું હતું.
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રવિવારે હિતવર્ધક સમિતિના કન્વીનર ખુમાનસિંહ વાસીયા દ્વારા વિધવા બહેનોનું ત્રીજું સંમેલન આયોજિત કરાયું હતું. જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની વિધવા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં સ્વખર્ચે ઉમટી પડી 4 કલાકથી વધુ સમય આપી વિધવા પેન્શન બદલ રાજ્ય સરકારનો આભાર પ્રગટ કરતો ઠરાવ પસાર કર્યો હતો.

પૂર્વમંત્રી અને હિતવર્ધક સમિતિના કન્વીનર ખુમાનસિંહ વાસીયાએ વર્ષ 2018 માં વિધવા બહેનોના વાસ્તવિક જીવનનો અભ્યાસ કરી તેઓ માટે પેન્શનની રજુઆત કરી હતી. જે ભાજપની ગુજરાત સરકારે સ્વીકારી આશીર્વાદ રૂપે જિલ્લાની 70 હજાર અને રાજ્યની 21 લાખ વિધવા બહેનોને પેન્શન સહાય શરૂ કરાઇ હતી. જે બદલ ગુજરાતની ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો.

સાથે જ કોરોના કાળમાં મૃત્યુ પામેલા 13 કાર્યકરોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ વિધવા બહેનોને હાલ પરિભ્રમણ કરતા વિકસિત ભારત વિકાસ રથ યાત્રામાં ઘર આંગણે લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં તમામ યોજનાઓનો લાભ અપાવવા જિલ્લા ભાજપનો એકેએક કાર્યકર વિધવા બહેનોને સહાય રૂપ થશે તેવી ખાત્રી આપી હતી.

સંમેલનમાં સાંસદ મનસુખ વસાવા, જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામી, મહામંત્રી નિરલ પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, દેવુભા કાંઠી, કનું પરમાર સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે જેના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાવાનું હતું એવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જ કોઈક કારણોસર હાજર રહી શક્યા ન હતા.

ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)

Admin

Admin

9909969099
Right Click Disabled!