શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન

🚩 જય શ્રી રામ🚩
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન
અંતર્ગત બોરમઠ ગામમાં આજરોજ અયોધ્યા થી આવેલ રામમંદિર આમંત્રણ પત્રિકા શ્રી રામજી મંદિરનો દિવ્ય ફોટો અને અક્ષત ગામમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યું સૌ ગ્રામજનો એ આમંત્રણ પાઠવી રહેલા રામ ભક્તોનું કંકુ તિલક કરી સ્વાગત સન્માન કર્યું હતું કેટલીક જગ્યાએ ચા પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય જય શ્રી રામ ના નાદથી ગામમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું સૌ રામ ના રંગે રંગાઈ ગયા હતા ગામમાં વડીલો અને વિદ્વાનો આમંત્રણથી હરખ ઘેલા થયા હતા. એક ૧૦૦ વર્ષના દાદી મા એ શ્રી રામ ભક્તોનું રામના ભજન ગાઈ ને સ્વાગત કર્યું હતું.
🚩જય જય શ્રી રામ………..🚩