માય ભારત- વિકસિત ભારત @ 2047 પ્રવચન પ્રતિયોગિતામાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ

માય ભારત- વિકસિત ભારત @ 2047 પ્રવચન પ્રતિયોગિતામાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ
Spread the love

અમરેલી : સમાજના તમામ વર્ગોના યુવાનોને ભારતને વિકસિત રાષ્ટ્ર કેવી રીતે બનાવવું અને વિકસિત ભારત @૨૦૪૭ના વિઝનને કેવી રીતે સાકાર કરવું તે અંગેના તેમના વિચારો શેઅર કરવા માટે એક પ્લેટફોર્મ આપવાના હેતુથી ભારત સરકારના ખેલ મંત્રાલય હસ્તકના અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા માય ભારત- વિકસિત ભારત @૨૦૪૭ પ્રવચન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અમરેલી સ્થિત શ્રી પ્રતાપરાય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આગામી તા.૧૦ જાન્યુઆરીના રોજ સવારે ૧૧.૩૦ કલાકે યોજાશે.

ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં યોજાનારી આ સ્પર્ધામાં તા.૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૫-૨૯ વર્ષની વય ધરાવતા તરુણો અને યુવાનો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં જિલ્લા કક્ષામાં વિજેતા થયેલા સ્પર્ધકોને રાજ્ય કક્ષાએ ભાગ લેવાની તક મળશે. સ્પર્ધાના જિલ્લા કક્ષાના વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર તથા સહભાગી હોય તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે. રાજ્ય કક્ષાએ પ્રથમ પુરસ્કાર- રુ. ૧,૦૦,૦૦, દ્વિતીય પુરસ્કાર- રુ. ૫૦,૦૦૦ ,ત્રીજો પુરસ્કાર રુ. ૨૫,૦૦૦ એનાયત કરવામાં આવશે.

આ સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તા.૦૮ જાન્યુઆરી, ૨૦૨૪ છે. રજિસ્ટ્રેશનની વધુ વિગતો માટે અમરેલી નહેરુ યુવા કેન્દ્ર, બહુમાળી ભવન, ત્રીજો માળ, સી-વિંગ, રુમ નં. ૩૦૨ અથવા તો મોબાઈલ નં. ૯૭૫૮૧૪૩૬૫૧, ૯૫૧૨૬૫૧૧૨૪ પર સંપર્ક કરવા અમરેલી નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

IMG-20240107-WA0009.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!