હબુકવડના જયેશ રાષ્ટ્રકૂટ રાષ્ટ્ર્રીય વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયા

હબુકવડના જયેશ રાષ્ટ્રકૂટ રાષ્ટ્ર્રીય વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયા
મમતા વાર્તાસામયિક આયોજિત ૨૦૨૩ દેવેન્દ્ર પીર વાર્તાસ્પર્ધાનું આયોજન વાર્તાકાર શ્રી પ્રવીણસિંહ ચાવડાના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે તળાજા તાલુકાના હબુકવડ ગામના ને હાલમાં રાજકોટ વિરાણી બહેરા મૂંગા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સમકાલીન વાર્તાકાર જયેશ રાષ્ટ્રકૂટની વાર્તા ‘દોરો’ કુલ ૧૪૮ વાર્તામાંથી પ્રથમ ક્રમાંકે પસંદગી પામી હતી. જેમાં પુરસ્કાર રૂપે ૨૧૦૦૦ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
જયેશભાઇની વાર્તા ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય સામયિકમાં પસંદગી પામી છે એમાં આ વાર્તા યશકલગી સમાન છે. તેમની અન્ય વાર્તા ‘ડરેસ’ પરથી ગુજરાતી શોર્ટફિલ્મનુ નિર્માણ પણ થઈ રહ્યું છે.એમની વાર્તાઓ સાહિત્યિક સામયિકોમાં શબ્દસર, ‘એતદ’ ‘શબ્દસૃષ્ટિ’ ‘ પરબ’, માં પ્રકાશિત થતી રહેતી હોય છે. એમની હમણાં જ એક વાર્તા અમેરિકાસ્થિત સુમન શાહ દ્વારા સાહિત્યિક સરંચન -૩ માં ‘ વાર્તા વખણાઈ હતી.
આ વાર્તાસ્પર્ધા ૭ જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતી જેમાં મમતાના સંપાદક અને વરિષ્ઠ સાહિત્યકાર મધુરાયની ઉપસ્થિતિમાં તંત્રી અરુણ ઠાકરના યજમાનપદે યોજાઈ હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300