અમીરગઢ તા.ના વિરમાપુર ગામ ની” પ્રમુખ વિદ્યાલય” નો નવતર પ્રયોગ…..

અમીરગઢ તા.ના વિરમાપુર ગામ ની” પ્રમુખ વિદ્યાલય” નો નવતર પ્રયોગ…..
“જય શ્રી રામ” ના નાદ થી હાજરી પુરાઇ……….
રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ બાળકો માં અનેરો ઉત્સાહ…..
શાળા માં વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ , યસ / પ્રેઝેન્ટ સર ને બદલે “જય શ્રી રામ” બોલશે….
ઉત્તર ગુજરાત ના બ.કાં. જિલ્લા ના અમીરગઢ તાલુકા ની વિરમપુર ગામ ની શાળા ” પ્રમુખ વિદ્યાલય ” દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં શાળા માં આવતા વિદ્યાર્થીઓ શિક્ષકો ને અભિવાદન તેમજ હાજરી ભરતી વખતે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ , તેમજ હાજરી માં પ્રેઝેંટ/ એબ્સંટ ને બદલે હવે ” જય શ્રી રામ” બોલશે.
આગામી તારીખ ૨૨ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ સમગ્ર દેશ માં ઉત્સાહ નું વાતાવરણ સર્જાયું છે.દેશ નું વાતાવરણ રામમય બની રહ્યું છે.ત્યારે દેશ ના દરેક નાના – મોટા તમામ વર્ગ માં ભગવાન શ્રીરામ ની સ્થાપના અંગે ઉત્સાહિત બન્યો છે.ત્યારે ગુજરાત માં પણ પ્રતિભાવ જોવા મળી રહ્યો છે.
સનાતની સંસ્કૃતિ ના આપણા દેશ માં રામ નામ નું કેટલું મહત્વ છે એ આપણે બધા જાણીએ છીએ ત્યારે અત્યાર ની પેઢીમાં પણ ધાર્મિક પ્રવૃતિઓ તરફ વળી રહ્યા છે અને હાલ ની પેઢી ના નાના બાળકો ને પણ ધર્મ પ્રત્યે વધુ સજાગ અને ધાર્મિક પ્રવૃતિઓ થી જોડવા અમીરગઢ તાલુકા ની વિરમપુર ગામ ના પ્રમુખ વિદ્યાલય દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે જેમાં શાળા માં આવતા બાળકો હવે શિક્ષકો ને સવારે ગુડ મોર્નિંગ, અને હાજરી પુરાવતી વખતે યસ સર અથવા પ્રેજેન્ટ સર ને બદલે જય શ્રી રામ બોલી ને અભિવાદન તેમજ હાજરી પુરાવશે.
શાળા ના શિક્ષકો દ્વારા બાળકો ને આ રીતે અભિવાદન કરવાનું કહેતા બાળકો માં પણ રામ નું નામ લઈ ને અભિવાદન કરવા અંગે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.બાળકો પણ રાજી ખુશી થી જય શ્રી રામ ના નામ સાથે હાજરી અને અભિવાદન કરતા જોવા મળ્યા હતા.જેને લીધે સમગ્ર શાળા નું વાતાવરણ રામ નામ મય બન્યું હતું.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300