રાજપીપલા ટાઉનહોલના પટાંગણમાં નવમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા ટાઉનહોલના પટાંગણમાં નવમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Spread the love

રાજપીપલા ટાઉનહોલના પટાંગણમાં નવમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


વિવિધ સ્ટોલ્સ થકી શહેરીજનોને કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરાયા

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે નવમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વહિવટમાં પારદર્શિતા વધે, પ્રજાની વ્યક્તિગત રજૂઆતોનું ત્વરિત નિરાકરણ આવે તેમજ રાજપીપલાના શહેરીજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ ઉપલબ્ધ કરાવવા માટે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ રાહુલભાઈ ઢોડીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રાજપીપલા નગરપાલિકા દ્વારા પ્રજાજનોના હિતાર્થે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, નાંદોદ મામલતદાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વીજળી વિભાગ, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી, જિલ્લા શ્રમ અને રોજગાર અધિકારીની કચેરી સહિતના વિભાગો દ્વારા નાગરિકોને યોજનાકીય માહિતી અને લાભોથી માહિતગાર કરાયાં હતા. અરજદારોને તેમની અરજી તથા સંબંધિત આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અહીં લોકોને નવા આધાર, આધાર અપડેટ સહિત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો પણ લાભ લીધો હતો. કાર્યક્રમ સ્થળે નગરપાલિકા ઈજનેર ભરતભાઈ આહિર, આદિજાતિ વિકાસ વિભાગના એટીડીઓ આર.એલ. દામા, પ્લાનિંગ આસિસ્ટન્ટ હેમરાજભાઈ રાઠોડ સહિતના કર્મચારીઓએ પણ શહેરીજનોને સાથ સહકાર આપીને વિવિધ સ્ટોલ્સનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!