શ્રીમતી એસ.એચ. ગજેરા DLSS શુટીંગ રમતની વિધાર્થીનીએ નેશનલ કક્ષાએ ગૌરવ વધાર્યું.

શ્રીમતી એસ.એચ. ગજેરા DLSS શુટીંગ રમતની વિધાર્થીનીએ નેશનલ કક્ષાએ મેડલ પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું.
શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ અને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળાના DLSS ના ખેલાડીઓએ તા.૨૭/૧૨/૨૦૨૩ થી ૦૧/૦૧/૨૦૨૪ સુધી ૬૭ મી SGFI શુટીંગ નેશનલ ચેમ્પિયનશીપમાં ભોપાલ ખાતે શુટીંગ સ્પર્ધામાં (૧) પરમાર ધર્મિષ્ઠા (૨) લકુમ કાજલ(૩)ડાંગર દર્શન(૪)તાવીયા ઋત્વીક એ નેશનલ કક્ષાએ પાર્ટીશીપેશન કરેલ છે જેમાં પરમાર ધર્મિષ્ઠાએ નેશનલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજય તથા અમરેલી જિલ્લા અને શાળા પરિવારનું નામ રોશન કર્યુ છે. આ વિદ્યાર્થીનીએ રાજયકક્ષા સ્પર્ધામાં ચોથો ક્રમાંક મેળવેલ હતો,જેમાં ટોપ-૩ માં સેકન્ડ પ્લેસ પર આવનાર ખેલાડીને પોતાના અંગત કારણોસર નેશનલ માટે જઈ શકી ના હોય જેના બદલે આ ખેલાડીની નેશનલ માટે પસંદગી કરવામાં આવેલ હતી અને નેશનલ કક્ષાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. જે એ સાબિત થાય છે કે આગળ સ્પર્ધામાં પ્રાપ્ત કરેલ મેડલ નેકસ્ટ સ્પર્ધામાં વધુ સારૂ પર્ફોમન્સ કરવા માટે શિખ મેળવવા જેવી છે.
સંસ્થાના વિદ્યાર્થીઓ રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ રમતનાં ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવે છે,જે માટે સંસ્થાના મેનેજમેન્ટ,કોચશ્રી અને વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવે છે. વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શકિતઓને બહાર લાવવા માટે અવિરત પ્રોત્સાહન સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા પુરુ પાડવામાં આવે છે તેમજ કોચશ્રી અને વિદ્યાર્થીઓની સતત મહેનત રંગ લાવે છે જેના પરીણામ સ્વરૂપે વિદ્યાર્થીઓ અનેક રમતના ક્ષેત્રે અનેક વિવિધ મેડલો પ્રાપ્ત કરી સંસ્થા અને શાળા પરીવારને ગૌરવ અપાવે છે.
આ તકે સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી શ્રી ચતુરભાઈ ખુંટ,ડાયરેટરશ્રી વસંતભાઈ પેથાણી તેમજ તમામ DLSS સ્ટાફ, તમામ પ્રિન્સીપાલ અને સુપરવાઈઝર એ હૃદયપૂર્વક શુભકામના પાઠવી હતી. તેમજ આગામી સમયમાં વધુ સારૂ પ્રદર્શન કરે તે માટે તમામ ખેલાડીઓને હૃદય પૂર્વક શુભેચ્છા આપી હતી. આ શુટીંગ રમતના ખેલાડીઓને કોચશ્રી પુલ્કીતા નિમ્બાવલ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે.
રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300