જૂનાગઢ ની સિવિલ હોસ્પિટલના યુવા તબીબે ગુજરાતમાં લોકલ એનેસ્થેસિયા નું પ્રથમ ઓપરેશન કર્યું

જૂનાગઢ ની સિવિલ હોસ્પિટલના યુવા તબીબે ગુજરાતમાં લોકલ એનેસ્થેસિયા નું પ્રથમ ઓપરેશન કર્યું
Spread the love

ગુજરાતમાં લોકલ એનેસ્થેસિયા પર આ પ્રકારનું પ્રથમ ઓપરેશન થયાનું જણાવતા તબીબ

 

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના યુવા તબીબે જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર ૭  મિનિટમાં ૭૫ વર્ષના વૃદ્ધાનો તૂટેલો ગોળો બદલાવી ઓપરેશન કર્યું

હાઈપરટેન્શન, બી.પી. અને ડાયાબિટીસ સહિત મલ્ટી ડિસીઝ ધરાવતા દર્દીઓને જૂનાગઢ સિવિલમાં આવા ઓપરેશનથી મોટી રાહત થશે

જૂનાગઢ : જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના યુવા સર્જન ડો. કેતન કે. પરમારે આજે ૭૫ વર્ષના વૃદ્ધાના થાપાનો ભાંગેલો ગોળો માત્ર ૭ મિનિટમાં બદલાવી જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર લોકલ એનેસ્થેસિયા કરીને સફળતાપૂર્વક સર્જરી કરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલને મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. ગુજરાતમાં આ પ્રકારનું પ્રથમ ઓપરેશન થયાનું તબીબ જણાવે છે.

૩૦ વર્ષના ડો. કેતન પરમાર જૂનાગઢના રહીશ છે અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં આસિસ્ટંટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન એમ. એસ. અમદાવાદ શારદાબેન હોસ્પિટલ ખાતે કરેલ છે.

આજે કરાયેલા સફળ ઓપરેશન અંગે ડો. કેતન પરમારે જણાવ્યું હતું કે, થાપાના ગોળાનું ઓપરેશન કરવામાં સામાન્ય રીતે અડધો કલાક જેટલો સમય થતો હોય છે એટલે તે લોકલ એનેસ્થેસિયા પર એટલે કે માત્ર એટલા ભાગ પૂરતી ચામડી ખોટી કરીને આ પ્રકારનું ઓપરેશન ક્યારેય થતું નથી. પરંતુ તેઓએ અગાઉ જનરલ એનેસ્થેસિયા આપીને ૫૦૦ જેટલા ઓપરેશનો કર્યા હોય અને ગોળો બદલવવાની સર્જરીમાં ઓછામાં ઓછો સમય લાગે તેવી કુશળતા હાંસલ કરતા અને ૭ મિનિટમાં આ ઓપરેશન તેઓ કરી નાખતા હોવાથી આજે પ્રથમ વખત તેઓએ માત્ર લોકલ એનેસ્ટથેસિયા આપીને ૭૫ વર્ષના વૃદ્ધાના ભાંગેલા થાપાના ગોળાને બદલાવી  બાયો પોલાર હેમી અર્થો પ્લાસ્ટિની સફળ સર્જરી કરી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જનરલ એનેસ્થેસિયા એટલે કે સ્પીનલ એનેસ્થેસિયા આપીને જ્યારે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે દર્દીને છ કલાક પહેલા અને ઓપરેશન પછી છ કલાક સુધી સામાન્ય રીતે ભૂખ્યા પેટે રહેવું પડે છે. આ ઉપરાંત ડાયાબિટીસ હાયપરટેન્શન સહિતના મલ્ટી ડીસીઝ હોય તો કેટલીક કાળજી અને તકેદારી રાખવી પડે છે અને કેટલાક સંજોગોમાં જોખમ પણ રહેલું છે. કેટલાક પૂર્વ પરીક્ષણો પણ કરવા પડે છે. આ પ્રકારના ઓપરેશનમાં માત્ર ચોક્કસ ભાગ ની ચામડીને જ લોકલ એનીસ્થેસિયાથી ખોટી કરવાની હોવાથી કોઈ મોટું જોખમ રહેલું નથી અને કોમ્પ્લિકેશન ખૂબ ઘટાડી શકાય છે. તેઓએ જણાવ્યું હતું કે, જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આ પ્રકારના ઓપરેશનથી મોટી રાહત થશે. હાલ જે ૭૫ વર્ષના વૃદ્ધા નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે.

ડો.કેતન પરમારને આ સિદ્ધિ બદલ ઓર્થોપેડિક વિભાગના વડા ડો. પાલા, મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ તેમજ અન્ય તબીબોએ અભિનંદન આપ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!