માણાવદર : નારી સંમેલનમાં મહિલા કલ્યાણ અને સુરક્ષાની યોજનાઓની જાણકારી અપાઈ

માણાવદર ખાતેના નારી સંમેલનમાં મહિલા કલ્યાણ અને સુરક્ષાની યોજનાઓની જાણકારી અપાઈ
જૂનાગઢ : ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે બાળ વિકાસ યોજના અઘિકારીની કચેરી-માણાવદર ઘટક દ્વારા “નારી સંમેલન” યોજાયુ હતું. આ કાર્યક્રમમાં સરકારની મહિલાઓના કલ્યાણ અને સુરક્ષાને લગતી વિવિધ યોજનાઓ તથા મહિલા સંબંધી વિવિધ કાયદાઓની જાણકારી આપવામાં આવી હતી.
માણાવદરના સોરઠીયા આહિર સમાજ ખાતે આયોજિત આ નારી સંમેલનમાં જૂનાગઢ જિલ્લા પંચાયત મહીલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી રીનાબેન મારડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમાબેન ઝાલાવાડિયા, પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.સી.ડી.ભાંભી, બાળ વિકાસ યોજના અઘિકારી શ્રી ગીતાબેન વણપરિયા, કોયલાણા ગામના સરપંચશ્રી જીવાભાઈ મારડિયા, અગ્રણી પ્રજ્ઞાબેન, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન કંચનબેન ડઢાણીયા ઉપરાંત આરોગ્ય વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, નારી અદાલત, શિક્ષણ વિભાગ, ૧૮૧ અભયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન અને બાળ વિકાસ યોજના અઘિકારી કચેરીનો તમામ સ્ટાફ તથા બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300