ગાયના પાલન પોષણથી સુપાચ્ય દૂધ તો મળે છે સાથે સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત થાય છે

ગાયના પાલન પોષણથી સુપાચ્ય દૂધ તો મળે છે સાથે સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત થાય છે
-જિલ્લા પાંયાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર
આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમ દ્વારા અનુરોધ
જૂનાગઢના વધાવી ગામે તાલુકાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ: મોટી સંખ્યામાં પશુપાલકો-ખેડૂતોએ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન માટે માર્ગદર્શન મેળવ્યું
જૂનગાઢ : જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં જૂનાગઢના વધાવી ગામે તાલુકાકક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયુ હતું. જેમાં મોટી સંખ્યમાં પશુપાલકો-ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટેના મુખ્ય ચાર આધાર સ્તંભ એવા પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુ પોષણ અને માવજત સહિતના મુદ્દે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પંસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર જણાવ્યું કે, આપણી આવનારી પેઢી અને બાળકોને મજબૂત બને અને તેમના સર્વાંગી વિકાસ માટે સાત્વિક ખોરાક આપવો જરૂરી છે. તેઓ ફાસ્ટ ફૂડ-ઝંક ફૂડ અને વ્યસનથી દૂર રહે તે માટે કાળજી લઈએ તેમ જણાવતા કહ્યુ કે, ભગવાન કૃષ્ણ પણ ગાય સાથે જોડાયેલા રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયના પાલન પોષણથી દૂધ તો મળે છે સાથે સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત થાય છે. ઉપરાંત ગાયનું દૂધ સુપાચ્ય હોવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અનેક ફાયદા છે. જેથી ગાયને માતા કહેવામાં આવે છે. આ સાથે તેમણે કહ્યું કે, કેન્સર ડાયાબિટીસ જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જરૂરી છે. આપણા પૂર્વજો પ્રાકૃતિક ખેતી અને ગાય સાથે જોડાયેલા રહ્યા છે, જેથી ફરી પ્રાકૃતિક ખેતી અને ગાય સાથે જોડાઈએ. તેમણે મિલેટ્સ એટલે કે તૃણધાન્યને આપણા આહારમાં ફરી સામેલ કરવાની હિમાયત કરતા કહ્યુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે આપણા રાષ્ટ્રને વિકસિત બનાવવા માટે પોતાનું યોગદાન આપીએ. તેમ અંતમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા આ પ્રકારની પશુપાલન શિબિર સહિત અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂત પશુપાલક સક્ષમ બને તે માટે સહકાર ક્ષેત્રે સહકારીતા મંત્રાલય અને મત્સ્ય વિભાગને અલગ કરી ખેડૂત કલ્યાણ વિભાગ બનાવ્યો છે. એક સમયે બહુ ફળદ્રુપ રહેલી આપણી જમીન રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગના પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટી છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીની મુહિમ શરૂ કરીને આપણી પરંપરાગત ખેતી એટલે કે ગાય આધારિત ખેતી અપનાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. તેમણે આપણી આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો. ઉપરાંત ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક ક્ષેત્રના લોકો યથાયોગ્ય યોગદાન આપે તે માટે પણ આહવાન કર્યું હતું.
પશુપાલન સમિતના ચેરમેન શ્રી ઠાકરશીભાઈ જાવીયાએ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અપનાવવા માટે અને પશુપાલનના વ્યવસાયમાં આગળ વધવા માટે અનુરોધ કરતા કહ્યુ કે, આ પ્રકારની પશુપાલન શિબિરના માધ્યમથી પશુપાલકોને સાચી જાણકારી મળે છે. આમ, દરેક તાલુકમાં પશુપાલન શિબિર યોજવામાં આવી રહી છે. તેમણે આ શિબિરના સફળ આયોજન માટે પશુપાલન વિભાગના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.
આ શિબિરમાં નાયબ પશુપાલન નિયામક ડો. વિરલ આહિરે શાબ્દિક સ્વાગત કરવાની સાથે કેન્દ્ર-રાજ્ય સરાકરીની પશુપાલન માટેની યોજનાઓની જાણકારી આપી હતી. ઉપરાંત મદદનીશ પશુપાલન નિયામક ડો. ગજેરા, મદદનીશ પશુપાલન નિયામક ડો. દિલીપ પાનેરા અને ડો. આર.બી. સાવલીયાએ પશુપાલન માટેના વિવિધ મુદ્દાઓને સાંકળીને માર્ગદર્શન આપ્યું હતું.
વધાવીના રૂપાપારા સમાજના વાડી ખાતે આયોજિત આ શિબિરમાં જિલ્લા પંચાયતના સદસ્ય સર્વશ્રી કાંતિભાઈ ગજેરા, શ્રી પ્રવીણભાઈ પટોડીયા, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ દોમડીયા, તાલુકા પંચાયતના સદસ્ય ઢોલરીયાબેન, ગ્રામ અગ્રણી સર્વ શ્રી અશ્વિનભાઈ ચૌધરી, રામભાઈ ઝાલા સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300