વિસાવદર : પ્રેમપરા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક આવકાર

વિસાવદર : પ્રેમપરા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક આવકાર
Spread the love

વિકસિત ભારત સંકલ્પ યાત્રાજૂનાગઢ જિલ્લો

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક આવકાર

કલ્યાણકારી યોજનાનાં લાભાર્થીને લાભ વિતરીત કરાયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામે ગ્રામ અગ્રણી હરીભાઇ રીબડીયા, રામભાઇ સોજીત્રા સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના  લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ  વિવિધ યોજનાના  લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વ રજુ કરતુ નાટક રજૂ કરવામાં આવ્યું  હતું.

પ્રધાનમંત્રીશ્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મ સૌ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય ચેકઅપ કેમ્પનો ગ્રામજનોએ  લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે  ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા. ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ડ્રોન લાઇવ નિદર્શન અંતર્ગત ખેતરમાં પાક પર ડ્રોનથી દવા છંટકાવ કરી શકાય તે અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનોએ સૌએ લાઈવ નિર્દશન નિહાળ્યું હતું.

આ તકે આ કાર્યક્રમમાં વાસ્મો યુનિટનાં  શૈલેષ પંડીત, મિશન મંગલમ કો-ઓર્ડીનેટર નંદુબેન સહિત ગ્રામ પંચાયતનાં હોદેદારશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!