જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીએમ જનમન યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પો યોજાયા

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીએમ જનમન યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પો યોજાયા
Spread the love

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીએમ જનમન યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પો યોજાયા

 

તા.૧૫મી જાન્યુઆરીએ સાસણમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ: આદિવાસી સમુદાયના લોકોને વિવિધ યોજનાઓનો લાભ અપાશે

 

જૂનાગઢ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઝારખંડના “ખુંટી” ખાતે તા.૧૫ નવેમ્બરના રોજ “જનજાતિ ગૌરવ દિવસ” નિમિતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અને ‘સંવેદનશીલ આદિવાસી જૂથો’ (PVTG) વિકાસ મિશનની શરૂઆત કરી.જેમાં આદિમ જૂથના કુટુંબો સુધી ભારત સરકાર અને રાજ્ય સરકારના કલ્યાણલક્ષી અને સામુદાયિક યોજનાઓની માહિતી અને લાભો અપાવવા માટે PM-JANMAN (Pradhan Mantri Janjati Adivasi Nyaya Maha Abhiyan) અભિયાન શરુ થયેલ છે.

PM-JANMAN બીજા તબક્કાના અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લામાં સાસણ, શીરવાણ, મેંદરડા, ગડુ, અમરાપુર (ગીર) ગામો તેમજ કેશોદ, માંગરોળ અને જુનાગઢ શહેરમાં વસતાં અંદાજીત ૧૫૫૦ સીદી સમુદાયના (PVTG) લોકોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે અંતર્ગત સરકારશ્રીની તમામ યોજનાનાં લાભો અપાવવા માટે સ્થાનિક કક્ષાએ વિવિધ કેમ્પોનું આયોજન આવ્યું હતું. આયોજીત કેમ્પોમાં આદિમ જૂથના લોકોના ૮૪ આધારકાર્ડ અપડેશન થયેલ છે અને  ૯ નવા આધારકાર્ડ કઢાવવાની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. તેમજ આયુષ્માન ભારત અંતર્ગત ૨૪૬ આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ ઈશ્યુ થયેલ છે અને નવા આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ કઢાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જાતિના દાખલા કઢાવવા, PM કિશાન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત નવા બેંક ખાતા ખોલાવી આપવા, સ્થાનિક સ્તરે આંગણવાડી અને લગત સુવિધાઓ પૂરી પાડવા માટે કલેકટર શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગો કાર્યરત છે.

આગામી ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ નાં દિવસે દિલ્લી ખાતેથી  પ્રધાનમંત્રીશ્રી દ્વારા PM-JANMAN અભિયાનનાં લાભાર્થીઓનું જીવંત પ્રસારણ સ્થાનિક સ્તરે પ્રસારિત કરવામાં આવશે. તેમજ સાસણ ખાતે ઓડિટોરિયમ, સિંહસદન ખાતે હજુ પણ સરકારશ્રીની વિવિધ યોજનાના બાકી લોકોને લાભો અપાવવા માટેનું આયોજન કરેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!