જુનાગઢ એસ.ટી.બસ સ્ટેશન ખાતે એસ.ટી.કર્મચારીઓ માટે મેડીકલ કેમ્પ નું આયોજન

જુનાગઢ એસ.ટી.બસ સ્ટેશન ખાતે એસ.ટી.કર્મચારીઓ માટે મેડીકલ કેમ્પ નું આયોજન
તા.૧૧/૦૧/૨૦૨૪ ના રોજ શુભયાત્રા સ્વચ્છયાત્રા ના અભિયાન અંતર્ગત એસ.ટી.ડેપો જુનાગઢ દ્વારા શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પીટલ જુનાગઢ અને શ્રી હિમાલયા કેન્સર હોસ્પીટલ જુનાગઢ ના સહયોગ થી એસ.ટી.કર્મચારીઓ માટે જુનાગઢ એસ.ટી.બસ સ્ટેશન ખાતે મેડીકલ કેમ્પ નું આયોજન વિભાગીય નિયામક શ્રી શ્રીમાળી સાહેબ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ
જેમાં હિમાલયા હોસ્પીટલ ના કેન્સર સ્પેસીયાલીસ્ટ ડો.મૌલીક પાનસુરીયા તુલજા ભવાની હોસ્પીટલ ના જનરલ સર્જન અને યુરોસર્જન ડો.જે.એચ. પંડયા, આંખ ના નિષ્ણાંત ડો.ડી.એલ-ધડુક દ્વારા નિદાન કરવામાં આવેલ જેમાં ડેપોમેનેજર જુનાગઢ શ્રી વિમલભાઈ મકવાણા વહીવટી અધીકારી શ્રી જોગલ સાહેબ માન્ય સંગઠન ના હોદેદારો શ્રી દિલીપભાઈ રવિયા વલ્લભભાઈ ભાદરકા, પ્રફુલભાઈ સોલંકી, વિજયભાઈ ગોવાળિયા, અર્પિતભાઈ ભરાઈ તેમજ જુનાગઢ ડેપો ના સુપરવાઈઝર શ્રી જીતેન્દ્રભાઈ વાઢીયા, સંજયભાઈ વાળા, ખીમભાઈ રાઠોડ કર્મચારી શ્રી રાજુભાઈભારાઈ, વિપુલભાઈ નથવાણી, દિપકભાઈ મકવાણા, તેમજ વિભાગીય કચેરી એસ.ટી, જુનાગઢ ના કર્મચારી તેમજ જુનાગઢ ડેપો એસ.ટી. કર્મચારી બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300