લીલીયા તાલુકાના ગામોમાં વિવિધ વિકાસ કામોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરતાં ધારાસભ્યશ્રી

લીલીયા તાલુકાના ગામોમાં 93 લાખ ના વિવિધ વિકાસ કામોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરતાં ધારાસભ્ય કસવાલા
લીલીયા તાલુકાના ગામોમાં વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના વરદ હસ્તે લીલીયા તાલુકાના ગામડા ઓમાં 93 લાખ જેવી માતબર રકમના વિકાસ કામોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં લીલીયા તાલુકાના વાઘણીયા ગામે 18 લાખ જેવી માતબર રકમમાં શાળાના બે ઓરડાનું ભૂમિ પૂજન કરાયું તેમજ લીલીયા તાલુકાના પૂતળીયા ગામે 32 લાખ ના માતબર ખર્ચે સ્માર્ટ સ્કૂલ નું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ પૂત્તલીયા ખાતે સ્મશાન માં હોલ અને વોશિંગ ઘાટ બ્લોક રોડ સહિતના વિકાસ કામોનું ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું. પુતળીયા ગામે સુરત થી આવેલા ગામના રહીશોને જાહેર મંચ પરથી આવકાર આપી અને પોતાના ગામ પ્રત્યે આવેલ મહેમાનો લાગણી દર્શાવતા ધારાસભ્ય દ્વારા સુરત થી આવેલ દાતાઓ અને મહેમાનોનું શાબ્દિક અને સાલ ઓઢાડી વતનના રત્નોનું સન્માન કરવામાં આવેલ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, ઘનશ્યામભાઈ મેઘાણી બાલાભાઈ ભરવાડ, કેપ્ટન ધામત, આનંદ ધાનાણી, ઇફકો ના ડિરેક્ટર ભાવેશભાઈ રાદડિયા, પ્રકાશભાઈ વિરાણી, મધુભાઈ વાડદોરીયા, ભાઈલાલ ભાઈ ધાનાણી,બી કે ધાનાણી, દિનેશભાઈ ધાનાણી, શાંતિભાઈ ધાનાણી,પ્રવીણ ચોપડા,ભરતભાઈ શેલડિયા સહિત ના આગેવાનો તેમજ પૂતળિયા અને વાઘણીયા ગામના યુવાનો આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ.લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300