સોજા હાઈસ્કૂલના ઉપક્રમે યુવા દિનની ઉજવણી

સોજા હાઈસ્કૂલના ઉપક્રમે યુવા દિનની ઉજવણી
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ના ઉપક્રમે આજરોજ યુવા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે શાળાના પ્રાંગણમાં સ્વામી વિવેકાનંદને તમામ ધોરણના પ્રતિનિધિ અધ્યેતાઓના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર પર આધારિત વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધનરાજ વાઘેલાએ સ્વામી વિવેકાનંદની વેશભૂષા ધારણ કરીને અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું એમ એક અખબારી યાદીમાં શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300