ખેડબ્રહ્મા: સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

ખેડબ્રહ્મા: સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો.
ખેડબ્રહ્મા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા
12 જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય યુવા દિવસની” ઉજવણી કાર્યક્રમ જ્યોતિ વિદ્યાલય ખાતે યોજાયો.
સ્વામીજીના જન્મદિવસ નિમિત્તે યુવાઓમાં જાગૃતિનો સંદેશ પહોંચે તેઓ એક નમ્ર પ્રયાસ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો
સમગ્ર દેશમાં યુવાઓમાં જાગૃતિ આવે તે માટે
“રાષ્ટ્રીય યુવા દિવસ” તરીકે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન ગુજરાતની તમામ શાળા અને કોલેજોમાં કરવામાં આવ્યું હતું.
ભારતની વિસરાતી પ્રાચીન રમતો ની યુવાઓમાં જાગૃતિ આવે મોબાઈલ અને ટેલિવિઝન થી શરીરને નુકસાન થતી પ્રવૃત્તિઓ છોડી યુવાનો મેદાનોમાં જઈ આ રમતો રમી શકે જેનાથી પોતાની શારીરિક શક્તિનો વિકાસ થાય તે માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓ ને સ્વામી વિવેકાનંદ રમતોત્સવમાં ભાગ લેવા માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રમત ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં પરંપરાગત પ્રાચીન રમતો જેવી કે રંસા ખેંચ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, ગિલ્લી દંડા, સાટોડિયુ, લંગડી જેવી વિવિધ પ્રાચીન રમતો માં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
દરેક વિજેતા સ્પર્ધકોને યુવા ટીમ ખેડબ્રહ્મા તેમજ ભાજપ સંગઠન વતી તમામ સ્પર્ધકોને પેનો આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આચાર્ય સુરેશભાઈ પટેલે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને આશીર્વાદ આપ્યા હતા
ભાગ લેનાર દરેક પ્રતિયોગીને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે
તેવું ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ અને યુવા પ્રમુખ બ્રિજેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું
આ રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમમાં ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, જ્યોતિ વિદ્યાલય આચાર્ય સુરેશભાઈ પટેલ મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ પૂર્વ સિંચાઈ ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર , ભાજપ યુવા પ્રમુખ બ્રિજેશભાઈ પ્રજાપતિ, યુવા તાલુકા સંયોજક રોહિત પંચાલ,જીતેન્દ્ર વણઝારા અને કેતનભાઇ પ્રજાપતિ તેમજ શ્રી જ્યોતિ વિદ્યાલય પ્રાથમિક અને માધ્યમિક વિભાગના સ્ટાફ મિત્રો તેમજ બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300